News of Wednesday, 18th December 2024
જેતપુરના પેઢલામાં રવિવારથી ભાઇશ્રીના વ્યાસાસને ભાગવત કથા
બાવનજીભાઇ હીરપરા ટ્રસ્ટ દ્વારા રૂડુ આયોજનઃ ૧ર હજાર લોકો માટે બેઠક વ્યવસ્થાઃ આસપાસના ગામોના વડીલોને આવવા જવા બસો દોડાવાશેઃ રપમી એ માયાભાઇ આહીર અને ર૭મીએ ભીખુદાન ગઢવીનો લોકડાયરોઃ સ્વધર્મ સમાજને કથાગશ્રવણ માટે જાહેર નિમંત્રણ :કથાનું લાઇવ પ્રસારણઃ ધર્મ સંદેશ ચેનલ તથા સાંદીપની ટીવી, યુ ટયુબ ચેનલ : કથા મંગલ સ્થળ : વૃંદાવન બાલકૃષ્ણ ડેરી ફાર્મ, નેશનલ હાઇવે, ધોરાજી રોડ, પેઢલા, જેતપુર : સંપર્કઃ બીપીનભાઇ હીરપરાઃ ૯૮ર૧૦ રર૪૯પ, જીતેન્દ્રભાઇ હીરપરાઃ ૯૮રપર ર૧૭૩૦, પ્રવિણભાઇ હીરપરાઃ ૯૮રપર ૩ર૦૮૧, આશીષભાઇ હીરપરાઃ ૯૮રપર ર૦૮૯૧, જયેશભાઇ હીરપરાઃ ૯૮ર૧૧ ૩૮૬૪પ, હીરેનભાઇ હીરપરાઃ ૯૭ર૭૮ ૮૮૭૭૭

(કેતન ઓઝા જેતપુર દ્વારા) રાજકોટ તા.૧૮: શ્રી બાવનજીભાઇ નથુભાઇ હીરપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જેતપુરના પેઢલાના આંગણે તા.રર થી ર૯ પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું મંગલમય આયોજન કરાયું છે.
‘અકિલા'ખાતે વિગતો વર્ણવતા હીરપરા ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતુ કે આ સંસ્થા દ્વારા ૧૯૯૪ માં કથાનું આયોજન થયા બાદ ૩૦ વર્ષે ફરી ભાગવત કથા યોજવામાં આવી હોય આયોજન સમિતીના સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.
જેતપુરમાં ‘‘વૃંદાવન'' બાલકૃષ્ણ ફાર્મ, ધોરાજીરોડ, પેઢલા ખાતે આયોજીત આ ભાગવત કથાના વ્યાસાસને પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા બીરાજી ભાવવાદી સ્વરમાં કથામૃતનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય દરરોજ ૩:૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધીનો છે. તેમજ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યકમો રાખેલ છે.
કથાની પોથી યાત્રા તા.રરના રવિવારે બપોરે ર વાગ્યે તત્કાલ હનુમાન ચોકડીથી પ્રારંભ થઇ વાજતે ગાજતે કથા સ્થળે પહોંચશે. અંદાજે ૪ થી પ હજાર લોકો પોથીયાત્રામાં જોડાય તેવી ગણતરીઓ રાખવામાં આવી છે.
વૃંદાવન ધામ ખાતે દરરોજ ૧રહજાર લોકો કથા શ્રવણ કરી શકે તેવી આરામદાયક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથા શ્રવણ કરવા આવનાર તમામ માટે દરરોજ ભોજનનું રસોડું ધમધમશે.
જેતપુર આસપાસના ૩૦ થી ૩પ ગામડાઓ માંથી વડીલો કથા સાંભળવા આવી શકે તે માટે આવવા જવા ખાસ બસ વ્યવસથા ઉભી કરાઇ છે. કથા સ્થળે ૮ વિઘામાં પાર્કીગ ઝોન ઉભો કરવામાં આવી રહયો છે.
કથા દરમિયાન દરરોજ રાત્રે લોકડાયરો-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં તા.રપના માયાભાઇ આહીરનો અને ર૭મીએ પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીનો લોકડાયરો રાખેલ છે.
કથાનું દીપ પ્રાગટય તા.રરના રવિવારે બપોરે ૩ વાગ્યે જેતપુર મોટી હવેલીના પૂ.બાલકૃષ્ણલાલજી મહોદયશ્રી, છારોડી ગુરૂકુળનાશ્રી માધવપ્રીયદાસજી સ્વામી અને જામકંડોરણા-જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના હસ્તે કરાશે. અતિથી વિશેષ તરીકે કેબીનેટ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા ઉપસ્થિત રહેશે.
રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને પણ કથા શ્રવણનો લાભ લેવા હીરપરા ટ્રસ્ટ દ્વારા સ્નેહસભર નિમંત્રણ પાઠવાયું છે.
કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે. જેમાં તા.ર૬ના ગુરૂવારે સાંજે ૭ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ, તા.ર૭ના શુક્રવારે શ્રીગોવર્ધન પુજા, તા.ર૮ના શનિવારે શ્રીકૃષ્ણ-રૂકમણી વિવાહ અને તા.ર૯ના રવિવારે ભાગવત પ્રસાદ સાથે કથાની પુર્ણાહુતી કરાશે.
સર્વ ધર્મના સર્વ સમાજને કથા શ્રવણ માટે પધારવાશ્રી બાવનજીભાઇ હીરપરા ટ્રસ્ટ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ કથા આયોજનની વિગતો વર્ણવતા હીરપરા ટ્રસ્ટના આગેવાનો સર્વશ્રી રાજુભાઇ હીરપરા, બીપીનભાઇ હીરપરા, અશોકભાઇ રાદડીયા, બળવંતભાઇ ધામી, હરેશભાઇ ગઢીયા અને બાજુમાં ેકેતનભાઇ ઓઝા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૬.૧૦)
ગૌ.વા.પૂતળીબેન હીરપરા
ગૌ.વા.બાવનજીભાઇ હીરપરા
ગૌ.વા.રાણીબેન હીરપરા
ગૌ.વા.પરબતભાઇ હીરપરા
ગૌ.વા.સતીષભાઇ હીરપરા
(3:09 PM IST)










