<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

ડો. સંજય પંડયા દ્વારા ‘પ્રેક્‍ટીકલ ગાઈડલાઈન્‍સ ઓન ફલુઇડ થેરાપી'ની વેબસાઈટનું અમેરીકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્‍ફરન્‍સમાં વિમોચન

આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ફલુઈડ થેરાપી અંગેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન નિઃશુલ્‍ક મળી રહે તે હેતુથી નેફ્રોલોજીસ્‍ટ

રાજકોટ,તા. ૧૮ : છેલ્લા ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુસ્‍તક અને તેના પરથી વિશ્વવિક્રમ સ્‍થાપીત કરેલ વેબસાઇટ મારફત ૪૦ જેટલી રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ભાષાઓમાં સરળ કિડની સારવાર અને કિડનીના ગંભીર રોગોથી બચવા માટે કિડની એજ્‍યુકેશનની વેબસાઇટ મારફત સફળતાપૂર્વક માહિતી આપ્‍યા બાદ હવે રાજકોટના નામાંકિત નેફ્રોલોજીસ્‍ટ ડો. સંજય પંડ્‍યા દ્વારા લિખિત ફ્‌લુઈડ થેરાપી પુસ્‍તક પણ વેબસાઈટ સ્‍વરૂપે વિનામૂલ્‍યે દેશ અને દુનિયાના તબીબો માટે ઉપલબ્‍ધ કરવામાં આવ્‍યું. આ વેબસાઈટનું વિમોચન સાન ડિએગો, અમેરિકા ખાતે અમેરીકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્‍ફરન્‍સ દરમિયાન કરવામાં આવ્‍યું. www. fluidtherapy. org - વેબસાઈટનો હેતુ વર્ષ ૨૦૨૪ માં પ્રકાશિત કરેલ પ્રેકટીકલ ગાઈડલાઈન્‍સ ઓન ફ્‌લુઇડ થેરાપીૅ પુસ્‍તકની વિગતો આ વેબસાઈટ મારફત વિશ્વભરના તબીબો માટે ફ્‌લુઈડ મેનેજમેન્‍ટ વિશે નવીનતમ માહિતી, સરળ ભાષામાં, એક જ જગ્‍યાએ અને વિનામૂલ્‍યે મળી રહે તેવો છે.ડો. સંજય પંડયાનું ફ્‌લુઇડ થેરાપી પુસ્‍તક હોસ્‍પિટલમાં દાખલ દર્દીની તબિયત અને રોગોને ધ્‍યાનમાં રાખીને ફ્‌લુઈડ મેનેજમેન્‍ટ કેવી રીતે કરવું તેની તલસ્‍પર્શી માહિતી આપતું તબીબો માટેનું  પુસ્‍તક છે. આ ફ્‌લુઇડ થેરાપી પુસ્‍તક સાત વર્ષના તલસ્‍પર્શી અભ્‍યાસ બાદ તૈયાર કરવામાં આવ્‍યું છે, જે માહિતી હવે વિશ્વભરના તબીબો માટે વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ છે. ડો. પંડયા દેશના વિવિધ મુખ્‍ય શહેરો અને રાષ્‍ટ્રીય પરિષદોમાં આ ફ્‌લુઈડ થેરાપી વિષય પર એકસ્‍પર્ટ તરીકે ૪૦૦ થી વધુ વ્‍યાખ્‍યાન આપી ચૂકયા છે.

અમેરીકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્‍ફરન્‍સમાં ઉપસ્‍થિત વિશ્વના અગ્રણી નેફરોલોજીસ્‍ટોની હાજરીમાં આ વેબસાઈટનું વિમોચન કરવામાં આવ્‍યું હતું. આ કોન્‍ફરન્‍સમાં હાજર રહેલા વિશ્વના અગ્રણી નેફ્રોલોજીસ્‍ટોએ આ વેબસાઈટની ખૂબ જ પ્રશંસા કરી હતી.

વધુમાં ડો. પંડયા www. fluidtherapy.org વેબસાઇટની વિશેષતાઓ વિશે જણાવે છે કે આ વેબસાઈટમાં પુસ્‍તકમાં આપેલા તમામ ૫૭ ચેપ્‍ટર વિશે માહિતી આપેલ છે, જેમાંથી ૧૯ ચેપ્‍ટર ની સંપૂર્ણ માહિતી પીડીએફ અથવા ઓનલાઇન રીડિંગ દ્વારા વિનામૂલ્‍યે કોઈ રજીસ્‍ટ્રેશન કર્યા વગર મેળવી શકાય છે. હોસ્‍પિટલમાં આવતા અને આઈસીયુમાં દાખલ લોહીનું દબાણ ઓછું હોય તેવા દર્દીઓને આઈ.વી બોટલ્‍સની યોગ્‍ય સારવાર કઈ રીતે કરવી તેની માહિતી ધરાવતું પુસ્‍તક નું સૌથી અગત્‍યનું ચેપ્‍ટર આ વેબસાઈટમાં વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ છે. આ વેબસાઈટમાં ગર્ભવતીસ્ત્રીઓને ગર્ભાવસ્‍થા દરમિયાન અને સુવાવડ બાદ ફ્‌લુઈડ મેનેજમેન્‍ટ કેવી રીતે કરવું તેની પણ માહિતી આપવામાં આવી છે.

આ ઉપરાંત આ વેબસાઈટમાં અન્‍ય ઉપયોગી ચેપ્‍ટરો જેમ કે, આઈ.વી. ફ્‌લુઈડ ચડાવવા માટે જરૂરી પ્રાથમિક જાણકારીઓ, મોટી ઉમરના દર્દીઓમાં જરૂરી કાળજી, અતિ ગંભીર દર્દીઓને યોગ્‍ય માત્રામાં આઈ.વી. ફ્‌લુઈડ આપવા માટે વાપરવામાં આવતી જુદી-જુદી તપાસો, વગેરે ઘણી તબીબો માટે ઉપયોગી માહિતીનો ખજાનો આ વેબસાઈટમાં ઉપલબ્‍ધ છે. દર્દીની તમામ પરિસ્‍થિતિઓને ધ્‍યાનમાં રાખીને ફ્‌લુઈડ મેનેજમેન્‍ટ કેવી રીતે કરવું તેની તલસ્‍પર્શી લેટેસ્‍ટ માહિતી આપતા દેશના નહિ પણ વિશ્વના પ્રથમ અને એકમાત્ર પુસ્‍તકની આ વેબસાઈટ છે.(૯.૩૩)

વધુ વિગતો માટે સંપર્ક

ડો. સંજય પંડયા,

એમ.ડી., ડી.એન.બી., કિડની રોગ નિષ્‍ણાત,

સમર્પણ હોસ્‍પિટલ, ભૂતખાના ચોક, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ પાસે, રાજકોટ.

ફોન : ૦૨૮૧-૨૨૨૨૦૭૭

(3:11 PM IST)