<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

શહેરના સાત પીઆઇની અરસ-પરસ બદલીઃ ગાંધીગ્રામના કે. જે. કરપડાને આર્થિક ગુના નિવારણમાં મુકાયા

લીવ રીઝર્વના એસ. આર. મેઘાણી ગાંધીગ્રામમાં: પ્ર.નગરના ભાર્ગવ ઝણકાતને એએચયુઆઇમાં અને તેમની જગ્‍યાએ લીવ રીઝર્વના વી.આર. વસાવાની નિમણુંક

રાજકોટ તા. ૧૮: શહેરમાં વધુ એક વખત પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની બદલીનો ઘાણવો નીકળ્‍યો છે. જેમાં ડીસીબીમાં ત્રીજા પીઆઇ તરીકે સી. એચ. જાદવને મુકવામાં આવ્‍યા છે. તો ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. જે. કરપડાને આર્થિક ગુના નિવારણ (ઇઓડબલ્‍યુ)માં નિમણુંક અપાઇ છે. એમ. જે. કૈલાની આ બ્રાંચમાંથી બદલી થયા બાદ જગ્‍યા ખાલી હતી. તેમજ ચાર્જ એસઓજીના એસ. એમ. જાડેજા પાસે હતો. હવે આ જગ્‍યા ભરી દેવામાં આવી છે.

બીજી તરફ પ્ર.નગરના પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાતની બદલી એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટમાં કરવામાં આવી છે અને તેમની ખાલી જગ્‍યાએ લીવ રિઝર્વના પીઆઇ વી.આર. વસાવાને મુકવામાં આવ્‍યા છે. તેમજ ગાંધીગ્રામમાં ખાલી પડેલી જગ્‍યાએ લીવ રિઝર્વના એસ. આર. મેઘાણીને ચાર્જ સોંપાયો છે. એમઓબીમાં પણ લીવ રીઝર્વના જી. આર. ચોૈહાણને ચાર્જ સોંપાયો છે. તેમજ એમઓબીમાંથી એસ. ડી. ગીલવાને સાયબર ક્રાઇમમાં મુકવામાં આવતાં આ પોલીસ સ્‍ટેશનમાં હવે ચાર પીઆઇ થયા છે.

જ્‍યારે પ્ર.નગરના ડી. સ્‍ટાફ પીએસઆઇ બી. વી. ચુડાસમાને એલસીબી ઝોન-૧માં મુકાયા છે અને ઝોન-૧ના પીએસઆઇ બી. વી. બોરીસાગરને પ્ર.નગરમાં મુકાયા છે.

(3:35 PM IST)