<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

વિશ્વનગર આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં હિસ્‍ટ્રીશીટર વિપુલને પાસામાં ધકેલાયો

દારૂ, હત્‍યાની કોશિષ, મારામારી, આર્મ્‍સ એક્‍ટ સહિત ૧૬ ગુનામાં સામેલ : માલવીયાનગર પીઆઇ જીજ્ઞેશ દેસાઇ, પીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ ગજેરા અને ટીમે વોરન્‍ટ બજવણી કરી અમદાવાદ જેલહવાલે કર્યો

રાજકોટ તા. ૧૮: શહેરના વિશ્વનગર આવાસ યોજના ક્‍વાર્ટર બ્‍લોક નં. ૨૮માં ત્રીજા માળે ખીજડવાડા રોડ પર રહેતાં અને હિસ્‍ટ્રીશીટરની છાપ ધરાવતાં વિપુલ પ્રવિણભાઇ બગથરીયા (ઉ.વ.૨૮)ને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો છે.

માલવીયાનગર પોલીસે ઇ-ગુજકોપ પ્રોજેક્‍ટમાં ગુનાહિત ઇતિહાસ ચેક કરી જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીના માર્ગદર્શનમાં વિપુલની પાસાની દરખાસ્‍ત તૈયાર કરી મોકલતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી હતી. વિપુલ બગથરીયા વિરૂધ્‍ધ રાજકોટ તાલુકા પોલીસ, માલવીયાનગર, આજીડેમ પોલીસ, બી-ડિવીઝનમાં દારૂ, મારામારી, આર્મ્‍સ એક્‍ટ, હત્‍યાની કોશિષ સહિત ૧૬ ગુના નોંધાયા હતાં.

પાસાના વોરન્‍ટની બજવણી માલવીયાનગર પીઆઇ જીજ્ઞેશ આર. દેસાઇ, પીએસઆઇ ડી. એસ. ગજેરા, એએસઆઇ દિપકભાઇ રાઠોડ, હિરેનભાઇ પરમાર, હેડકોન્‍સ. મહેશભાઇ રૂદાતલા, અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી તથા પીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, હેડકોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ કરી હતી

(3:37 PM IST)