તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 18th December 2024
કટારીયા ચોકડીએ સૌ પ્રથમ કેબલ બ્રિજના ટેન્ડર ખુલ્યા
ખુલજા સીમ...સીમ.. ૯.૬૩ ટકા ડાઉન સાથે એલજી એજન્સીએ ૧૪૧.૭૩ કરોડ ભાવ આપ્યાઃ હવે સ્ટેન્ડીંગ કમિટી કોર્ટમાં દડો

રાજકોટ, તા., ૧૮: સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરની હદ વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં માધાપર, મનહરપુર-૧, મોટા મૌવા, મુંજકા અને ઘંટેશ્વર એમ પાંચ ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થયેલ છે.
જે અન્વયે વાહન વ્યવહાર વધતા ટ્રાફીક સમસ્યા હળવી કરવા કટારીયા ચોકડી ખાતે થ્રી લેયર કેબલ બ્રીજ બનાવવા મનપા દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરાયેલ જેમાં ૪ પાર્ટીઓએ રસ દાખવ્યો છે. જેમાં સૌથી ઓછા ૧૪૧ કરોડ એલવન એજન્સીએ ભાવ આપ્યા છે. હવે આગામી સ્ટેન્ડીંગમાં પ્રક્રીયા હાથ ધરાશે. ત્યારબાદ બ્રીજની કામગીરી શરૂ કરાશે.
રાજકોટ શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ હોસ્પિટલ, નવી ડીસ્ટ્રીકટ કોર્ટ, ઝનાના હોસ્પિટલ, ખાનગી યુનિવર્સીટીઓ, જી.આઈ.ડી.સી., નવા બસપોર્ટ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ થયેલ છે જેના કારણે આસપાસના નાના શહેરો અને ગામડાઓમાંથી ઘણા પરિવારો ધંધા રોજગાર માટે રાજકોટ શહેરમાં વસવાટ કરવા માટે આવી રહ્યા છે.
શહેરમાં છેવાડાના વિસ્તારોનાં વિકાસ તેમજ શહેરની વસ્તીમાં વધારાના કારણે, શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે, વાહનોની અવર જવરમાં સરળતા રહે તેમજ પ્રદૂષણમાં ઘટાડો કરવાના હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં વધુ ચાર સ્થળોએ રૂ.૧૮૫.૭૯ કરોડના ખર્ચે નવા ચાર ઓવરબ્રિજ/અન્ડરબ્રિજનું નિર્માણ કરવા ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. આ દરખાસ્તનો રાજ્ય સરકાર દ્વારા ત્વરિત જ નિર્ણય કરી, મંજુરીની મ્હોર આપવામાં આવી હતી.
શહેરનાં ગૌરવપથ એવા કાલાવડ રોડ પરના કટારીયા ચોક ખાતે ૧પ૮ કરોડના એસ્ટીમેન્ટ સાથે થ્રી લેયર બ્રીજ બનાવવાની પ્રક્રીયા અંતર્ગત ૪ પાર્ટીઓના ભાવ આવ્યા છે. જેમાં બેકબોન કન્ટ્રકશન, દિનેશચંદ્ર અગ્રવાલ ઇન્ફાકોન, વિજય એલ. મિષાી કન્સ્લટન, મંગલમ બિલકોનને ભાવ આપ્યા હતા. જેમાં સૌથી ઓછા ભાવ બેકબોન કન્ટ્રકશન દ્વારા ૧૪૧ કરોડનો ભાવ અપાયો જેથી મનપા ૯.૬૩ ટકા ડાઉનથી કામ આપશે
(3:57 PM IST)










