<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

મોરબી રોડ રતનપર-હડાળા વચ્‍ચે ‘હિટ એન્‍ડ રન': વલ્લભાઇ વારગીયાનું મોત

૫૫ વર્ષિય પ્રોઢ હડાળામાં એકલા રહી મજુરી કરતાં હતાં: રસ્‍તો ઓળંગતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૯: મોરબી રોડ પર આવેલા રતનપર-હડાળા વચ્‍ચે શીવશક્‍તિ હોટેલ નજીક ગઇકાલે સવારે હડાળાના પ્રોૈઢ કોઇ વાહનની ઠોકરે ચડી જતાં સારવાર દરમિયાન મોત થયું હતું. રસ્‍તો ઓળંગતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગઇકાલે સવારે અજાણ્‍યા પુરૂષ શીવશક્‍તિ હોટલ પાસે રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મોત થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

કુવાડવાના એએસઆઇ કેતનભાઇ ચાવડા સહિતે તપાસ કરતાં મૃત્‍યુ પામનાર  પ્રોૈઢ હડાળા ગામે ઇંટોના ભઠ્ઠા પાસે રહેતાં વલ્લભભાઇ દેવાભાઇ વારગીયા (ઉ.વ.૫૫) હોવાનું ખુલ્‍યું હતું. તે મુળ ઉપલેટાના ઢાંકના વતની હતાં. તે અપરિણીત હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. અહિ એકલા જ રહેતાં હતાં. તેમના એક બહેન જામનગર રહે છે. પોલીસે રતનપર, હડાળા વિસ્‍તારમાં ફોટો બતાવી પુછપરછ કરતાં ઓળખ થઇ હતી.

(11:06 AM IST)