<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

મહમદ રફીની જન્‍મ શતાબ્‍દી વર્ષની ભવ્‍ય ઉજવણી રૂપ રફી ફેન કલબ દ્વારા શનિવારે વિવિધતાસભર કાર્યક્રમ

રાજકોટઃ સદાબહાર ગાયક મહમદ રફીના જન્‍મને ૧૦૦ વર્ષ પુરા થઇ રહયાં છે. ભારતીય ફિલ્‍મ સંગીતનો આ અમર ગાયક જેમને કિંગ ઓફ રામાન્‍સનું બિરૂદ મળેલું છે. તે અવાજના અભિનેતા મહમદ રફીના જન્‍મને તારીખ ર૪ ડિસેમ્‍બરે ૧૦૦ વર્ષ પુરા થઇ રહયાં છે. તે નિમીતે રાજકોટ ગુજરાતની સુવિખ્‍યાત ‘‘મહમદ રફી ફેન કલબ'' એક વિશિષ્‍ટ કાર્યક્રમ રજુ કરવા જઇ રહેલ છે. સંસ્‍થાના સ્‍થાપક તથા પ્રમુખ જીતેન્‍દ્રભાઇ ભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની અંતિમ તૈયારી ચાલી રહી છે. સામાન્‍ય રીતે આ કલબ દ્વારા તેનો સભ્‍યો માટે જ વર્ષમાં માત્ર બે કાર્યક્રમો હેમુ ગઢવી મીની હોલમાં યોજતા હોય છે પરંતુ રફી સાહેબના ૧૦૦માં જન્‍મદિવસ નિમીતે આ વર્ષે તારીખ ર૧ ડીસેમ્‍બરના રોજ હેમુ ગઢવી ઓડિટોરીયમ(મેઇન હોલ) માં આ કાર્યક્રમ યોજનાર હોવાનું સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.

મહમદ રફીના મધુર અવાજે અને અભિનેતા અને અનેક સંગીતકારોને સફળતા મળી હતી. તેમના ઉપર ફિલ્‍માંકન થયેલા ગીતો આ વર્ષે રજુ થવા જઇ રહયાં છે. આ કાર્યક્રમ માટે સુપ્રસિધ્‍ધ ગાયક સંતોષ કાપરે(મુંબઇ), વિનોદ સુર્વે(પુના), જયેશ પનારા(રાજકોટ), તથા સુવિખ્‍યાત ગાયિકા રૂચી ચુડીવાલે(મુંબઇ), મમતા ઘોડાસરા(રાજકોટ) સંગાથે કાજલ કાસુંદ્રા, દક્ષા માકડીયા, તથા ભુમીબેન વાછાણી ગીતો રજુ કરશે. આ ઉપરાંત પ્રિશા, જીગ્નેશ દવે પણ પોતાની કલા રજુ કરશે. ગાયક કલાકાર અલ્‍પેશ વેકરીયા આ કાર્યક્રમથી પદાર્પણ કરી રહયાં છે.

રાજકોટના સુપ્રસિધ્‍ધ વાદ કલાકારો રાજુ ત્રિવેદી, ઇમ્‍તિયાઝ સૈયદ, દિલીપ ત્રિવેદી, ભાર્ગવ ઉમરાણીયા, પઠાણભાઇ જીમી, પ્રકાશ વાગડીયા, દિપક જોશી, વેંકટ રામન તથા દર્પણ સહીતના કલાકારે સંગાથ આવશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંત જોશી સંભાળશે, સાઉન્‍ડ શંકરભાઇ સંભાળશે તથા વિડીયોગ્રાફી સદગુરૂ વિઝન સંભાળી રહયાં છે. કાર્યક્રમના મુખ્‍ય મહેમાન અનજે સર્વશ્રી મનસુખભાઇ વેકરીયા (સંગીતજ્ઞ), દુર્લભજીભાઇ પરમાર (અંબીકા ઇન્‍ડસ્‍ટ્રીઝ) તથા બીપીનભાઇ હદવાણી (ગોપાલ નમકીન) ઉપસ્‍થિત રહેશે. જયારે મહેમાનો સર્વશ્રી ભરતભાઇ વાંસજાળીયા, અલ્‍પેશભાઇ વેકરીયા, ભરતભાઇ સાવકીયા, નિલેશભાઇ ભોજાણી, મધુસુદનભાઇ ભટ્ટ, વિજયભાઇ માલવિયા, અજીતસીંધ ચાવડા તથા હાર્દિક લુણાગરીયા ખાસ ઉતસ્‍થિત રહેશે તેમ જણાવ્‍યું છે.

સર્વશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા, જયભાઇ શાહ, રાજુભાઇ કાનાબાર, ચેતનભાઇ ભોજાણી, વિકીભાઇ પટેલ, હિતેશભાઇ રૈયાણી તથા વિમલભાઇ પટેલ તરફથી શુભેચ્‍છા મળી રહયાંનું શ્રી જીતેન્‍દ્ર ડી.ભટ્ટે જણાવ્‍યું છે.

રફી ફેન કલબના પ્રમુખ જીતેન્‍દ્રભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ કામ કરી રહી છે. આ સંસ્‍થાના મંચ પરથી વિખ્‍યાત ગાયકો પોતાની ગાયક કલા રજુ કરી ગયા છે. સંસ્‍થાના ચાલકો આ કાર્યક્રમની ઉતુકતાપુર્વક રાહ જોઇ રહયાં છે.

આ પ્રોગ્રામના પાસ ‘કયુટ રેડીમેઇડ', યાજ્ઞિક રોડ, હીરાપન્ના કોમ્‍પલેક્ષ, ગ્રાઉન્‍ડ ફલોર, રાજકોટથી મળશે તેમ સંસ્‍થાના સ્‍થાપક પ્રમુખશ્રી જીતેદ્રભાઇ ભટ્ટ મો.૯૮ર૪પ ૭ર૪૭ર જણાવે છે.

(2:30 PM IST)