<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

૬૫૦ સીનીયર સીટીઝન વડીલ માવતરોને વયવંદના આયુષ્‍યમાન કાર્ડ કાઢી અપાયા

કેન્‍સર, હૃદયરોગ, કીડનીને લગતા રોગો, લીવરને લગતા રોગો, મગજની બીમારીઓ, કોવીડ-૧૯, મોતિયો, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનીયા, મેલેરીયા જેવા રોગ તેમજ બાયપાસ સર્જરીની અને હીપ રિપ્‍લેસમેન્‍ટ, ઓર્ગન ટ્રાન્‍સપ્‍લાન્‍ટ, બોન મેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સહિતના અનેક રોગો તેમાં વિવિધ મેડિકલ સારવારમાં આ કાર્ડ ઉપયોગી છે : આયુષ્‍યમાન વય વંદના કાર્ડ સામાજીક, આર્થિક સ્‍થિતિએ ધ્‍યાનમાં લીધા વગર ૭૦ અને તેથી વધુ ઉમરના વરીષ્‍ઠ નાગરિકોનો : આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશેઃ મુકેશ દોશી : વળધ્‍ધોની લાકડી બનવાનો ભાજપ પાર્ટીનો નવતર પ્રયોગઃ અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા

રાજકોટ : દેશના ૭૦ વર્ષ અને તેથી વધુ ઉમર ધરાવતા વડીલોને અસાઘ્‍ય બિમારીના સમયે કુટુંબ પરિવારને આર્થિક બોજ સહન ન કરવો પડે અને તેમને રૂપિયા પાંચ લાખની મફત સારવાર મળી રહે તે માટે આયુષ્‍યમાન વય વંદના કાર્ડ યોજના આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના (એબી-પીએમજય) હેઠળ સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવી છે. વડાપ્રધાનશ્રીની આ વયવંદના આયુષ્‍યમાન કાર્ડની યોજના દ્વારા બુઝર્ગોના હાથની મજબુત લાકડી બનવાનો વિનમ્ર પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યો છે અને તેનું સમગ્ર દેશમાં હાલ નોંધણીનું કાર્ય ચાલી રહયું છે.

શહેર ભાજપ દ્વારા ૭૦ વર્ષથી વધુ વયના વડીલો માટે આયુષ્‍યમાન વય વંદના કાર્ડ કાઢી આપવાના એક કેમ્‍પનું આયોજન શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવેલ હતું.

શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ દીપ પ્રાગટય કરી પ્રારંભ કરેલ હતો. આ તકે તેઓએ જણાવ્‍યું હતું કે આ આયુષ્‍યમાન વય વંદના કાર્ડ સામાજીક, આર્થિક સ્‍થિતિએ ધ્‍યાનમાં લીધા વગર ૭૦ અને તેથી વધુ ઉમરના વરીષ્‍ઠ નાગરિકોનો આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે. આ કાર્ડ અંતર્ગત કેન્‍સર, હૃદયરોગ, કીડનીને લગતા રોગો, લીવરને લગતા રોગો, મગજની બીમારીઓ, કોવીડ-૧૯, મોતિયો, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનીયા, મેલેરીયા જેવા રોગ તેમજ બાયપાસ સર્જરીની અને હીપ રિપ્‍લેસમેન્‍ટ, ઓર્ગન ટ્રાન્‍સપ્‍લાન્‍ટ, બોન મેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સહિતના અનેક રોગો તેમાં વિવિધ મેડિકલ સારવારમાં આ કાર્ડ ઉપયોગી છે આ અંગે વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૦૨૨ અથવા ૧૪૫૫૫ ઉપર સંપર્ક કરી જાણકારી મેળવી શકશે.

આ કેમ્‍પમાં રાજકોટના ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક નેતા મનીષભાઈ રાડીયા, શહેર ભાજપના ઉપપ્રમુખ ડો.ચેતન લાલસેતા, રાજદીપસિંહ જાડેજા, મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ ટોળીયા, વિજયભાઈ પાડલીયા, ભરતભાઈ શીગાળા, કોષાધ્‍યક્ષ મયુર શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા, સહકાર્યાલય મંત્રી શૈલેષ દવે સહિત તમામ હોદેદારો અને કોર્પોરેટરો, વોર્ડના પ્રભારી, વોર્ડના પ્રમુખ, મહામંત્રી સહિતના ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કેમ્‍પની સમગ્ર વ્‍યવસ્‍થા તથા આયોજન શહેર ભાજપ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન અને નેતળત્‍વમાં શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, પરિમલ પરડવા તેમજ પુજાબેન પટેલની આગેવાનીમાં કરવામાં આવેલ, તેઓની સાથે શહેર ભાજપ ઉપપ્રમુખ કાશ્‍મીરાબેન નથવાણી, શહેર ભાજપ મંત્રી ઇલાબેન પડીયા, શિલ્‍પાબેન જાવીયા, તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલ, અનુસુચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ ગીરધરભાઈ રાઠોડ, મંત્રી દિનેશભાઈ ગોહેલ સહિતનાએ ઉપસ્‍થિત રહી કામગીરી સંભાળેલ હતી. તેમજ શહેર ભાજપ સોશીયલ મીડીયા સેલના રાજકોટ મહાનગરના સંયોજક હાર્દિક બોરડ સાથે સોશીયલ મીડીયાના મયુર પાંભર, શ્‍યામભાઈ કટ્ટા, દર્શન પટેલ, કુલદિપ અંબાસણા, શુભમ વારીયા અને શહેર આઈ.ટી.સેલના સહસંયોજક જય શાહ સાથે આઈ.ટી.ટીમના જસ્‍મીન મકવાણા, રાજ મહેતા, રોહન જેસાણી, પ્રતીક ચૌહાણ અને સ્‍વામી વિવેકાનંદ યુવા બોર્ડના રાજકોટ શહેર સંયોજક શ્‍યામભાઈ ડાભી સાથે યુવા બોર્ડના ભરત મકવાણા, સંજય ઉઘરેજા, જયશ કુંભારવાડીયા, દર્શિલ જોષી, મયુર પરમાર, અમીત જાવીયા, જયદિપ સોમૈયા અને આરોગ્‍ય વિભાગના જયેશભાઈ વાંકાણીના માર્ગદર્શન હેઠળ શ્‍યામનગર આરોગ્‍ય કેન્‍દ્ર, નંદનવન આરોગ્‍ય કેન્‍દ્ર, બજરંગવાડી આરોગ્‍યકેન્‍દ્રના કોમ્‍પ્‍યુટર ઓપરેટરોના સાથ સહકારથી પૂર્ણ કરવામાં આવેલ હતો. આ કેમ્‍પમાં બોલબાલા ટ્રસ્‍ટના જયેશભાઈ ઉપાઘ્‍યાયનો પણ વિશેષ સહકાર મળેલ હતો.

 આ કેમ્‍પને સફળ બનાવવા માટે કિશનભાઈ બોરીસાગર અને પંકજભાઈ તેમજ કાર્યાલયના નલહરીભાઈ, ચેતન રાવલ, ભાવીન ધોળકીયા, અજયભાઈ, શકિત, રમેશભાઈ જોટંગીયાએ જહેમત ઉઠાવી હતી તેમ એક યાદીમાં હિતેષ ઢોલરીયા અને શૈલેષ દવેએ જણાવ્‍યુ છે.

(2:30 PM IST)