<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

નવા કોર્ટ બિલ્‍ડીંગના ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધીની મારી કામગીરી બોલે છે : બકુલભાઇ રાજાણી

બાર એસો.ની ચૂંટણીમાં બકુલ રાજાણીની એકટીવ પેનલને વકીલોનું પ્રચંડ સમર્થન : ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં બકુલ રાજાણીએ કરેલ કામગીરીને વર્ણવી : મારી છાપ ૧૦૮ ની છે : વકીલો અને બારના હિતમાં રાત-દિવસ જોયા વગર મારી ફરજ બજાવી છે : વકીલોની દરેક મુશ્‍કેલીમાં બકુલ કાકા ખડેપગે હોય છે : વકીલ ઉપરાંત સામાજીક કાર્યમાં પણ અગ્રેસર

રાજકોટ તા.૧૯: રાજકોટ બાર એશો.ની આવતીકાલે યોજાયેલ ચુંટણીમાં બકુલ રાજાણીની એકટીવ પેનલના હોદેદારો અને કારોબારી મહિલા અનામતના ઉમેદવારોએ આજે ‘‘અકિલા''ની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

અકિલા સાથેની વાતચીત દરમ્‍યાન રાજકોટના વકીલ આલમમાં લોકપ્રિય અને બકુલકાકાના હુલામણા નામે વકીલોમાં ઓળખાતા બકુલભાઇને ચુંટી કાઢવા સીનીયર-જુનિયર વકીલો ઉપરાંત વિવિધ વકીલ સંગઠનોનું પ્રચંડ સમર્થન મળી રહયું છે.

‘‘અકિલા'' સાથેની વાતચીતમાં બકુલભાઇ રાજાણીએ તેમની કામગીરી અંગે ટુંકો પરિચય આપ્‍યો હતો. તેમણે અગાઉ કરેલ કામગીરી સંદર્ભે સચોટ માહિતી રજુ કરી હતી.

પ્રમુખપદના ઉમેદવાર

બકુલભાઇ રાજાણી

એક્‍ટીવ પેનલના પ્રમુખપદના ઉમેદવાર અને હાલના રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ છેલ્લા ૨૭ વર્ષથી વકીલાતની સિવીલ તેમજ ફોજદારીની પ્રેકટીસ કરે છે. બકુલ રાજાણીએ કોઈની નીચે જુનિયરશીપ કરેલ નથી આપબળે અને પોતાની ખંત અને મહેનતથી આગળ આવેલ છે. હાલમાં બકુલ રાજાણી વકીલ આલમમાં કાકા અને ૧૦૮ની છાપ ધરાવે છે. બકુલ કાકા રાજકોટ બાર એસોસીએશનના ઇતિહાસમા ૩ વખત પ્રમુખ તરીકે જંગી લીડથી ચુંટાવાનો અજેય વિક્રમ ધરાવતુ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છે. બકુલ રાજાણીએ તેમની ટીમ સાથે ગત વર્ષે નીચે મુજબના વકીલ હિતના કાર્યો કરેલ છે જેની ટુંકી છણાવટ નીચે મુજબ છે.

નવા કોર્ટે બિલ્‍ડીંગનું સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્‍ડિયા ચીફ જસ્‍ટીસ ડી.વાય. ચંદ્રચુડના હસ્‍તે ઉદ્‌્‌ઘાટનનો ભવ્‍ય કાર્યક્રમ કરેલ અને નવા કોર્ટ બીલ્‍ડીંગનું લોકાર્પણ કરેલ છે. તકતીમા સુવર્ણ અક્ષરે બકુલ કાકા નુ નામ અંકિત કરાયેલ છે જે આજીવન રહેશે.

નવા કોર્ટ બિલ્‍ડીંગ કેમ્‍પસમાં વકીલો માટેના ૩ માળના બિલ્‍ડીંગને ૫ માળનુ કરવા અંગે હાઇકોર્ટ સફળ રજુઆત કરીને વકીલો માટેના ૫ માળના ભવ્‍ય બિલ્‍ડીંગનું ખાતમુર્હુત ગુજરાત હાઈકોર્ટના જજોના હસ્‍તે કરવામાં આવેલ હતુ.

નવા બિલ્‍ડીંગના પ્રારંભ સમયે વકીલોમાં ઉદભાવેલા ટેબલ રાખવાની પ્રશ્‍નનો રાજકોટના જજ શ્રી તેમજ હાઈકોટના જજશ્રી ઓ સાથે સમન્‍વય કરીને સુખદ નિવેડો લાવી મહત્‍વના પ્રશ્‍નનું નિરાકરણ કરેલ છે.તેમજ વર્ષ દરમ્‍યાન મુખ્‍ય દરવાજો બંધ હોય તે ખોલોવીને વકીલોને પડતી મુશ્‍કેલીઓના પ્રશ્‍નોને વાચા આપી તેનો સુખદ નિવેડો લાવેલ છે.

પોલીસ કમિશ્‍નર શ્રી અને કલેક્‍ટર શ્રી સાથે મુલાકાત કરીને વકીલોના પ્રશ્‍નોને લગતા પ્રશ્‍નોના ચર્ચા વિચારણા કરી વકીલોને પડતી મુશ્‍કેલીઓનો અંત લાવવા પ્રયત્‍ન કરેલ છે.

ટી.આર.પી. અગ્નીકાંડમાં ૨૮ જેટલા જીવાત્‍માઓના મળત્‍યુ સંદર્ભે રાજકોટ બાર એસોસીએશન દ્વારા મળતકોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. તેમજ ભોગ બનનાર વતી વિના મુલ્‍યે વકીલ તરીકે રોકાયેલ.

નવા કોર્ટ સંકુલમાં બારના ઝેરોક્ષનો પ્રશ્‍ન તથા નવ બિલ્‍ડીંગનો મુખ્‍ય પ્રવેશ દ્વારા ખોલવાનો પ્રશ્‍ન તથા પાર્કીંગ અને અન્‍ય પાયાની સુવિધાઓ માટેના અસંખ્‍ય જુનિયર સીનીયર વકીલોને વર્ષ દરમ્‍યાન લોકરની ફાળવણી પણ કરવામાં આવેલ છે અને પ્રશ્‍નોનું નિરાકરણ કરેલ છે.

નવા કોર્ટ બિલ્‍ડીંગ ખાતે જુના કોર્ટ બીલ્‍ડીંગ ખાતેથી તમામ રેકર્ડ, ફર્નીચર અને લાયબ્રેરી અને ચીજ વસ્‍તુઓનુ સ્‍થળાંતરની પ્રક્રિયામાં ખુબ જ સુંદર રીતે પુરી પાડેલ છે.

વકીલો માટેની ડિરેકટરનું ભગીરથ કાર્ય કરીને તેનુ ડિજીટલ લોન્‍ચીંગનો સફળ કાર્યક્રમ કરેલ છે.

ભવિષ્‍યમા પણ વકીલો માટે સતત કામ કરવાની લગન અને ધગશને લઇને આ વખતે પણ બકુલ કાકાએ ઉમેદવારી નોંધાવેલ છે અને વકીલો હોશે હોશે તેઓને ૪ થી વખત પ્રમુખ બનાવવા માટે થનગની રહ્યા છે.

વકીલો માટે ૫ એકર જમીન કલેકટર શ્રી દ્વારા મંજુર કરેલ છે તેની કાર્યવાહી બકુલકાકા, કુમાર પંડયા અને મયંકભાઈ પંડયા દ્વારા ડોકયુમેન્‍ટ રજુ કરવા અંગેની પ્રક્રિયા હાલ ચાલુ છે. એટલા માટે જ રાજકોટના સિનીયર અને ભત્રીજાઓનો એક જ નારો કહો દિલ સે બકુલ રાજાણી ફીરશે નો નારો આપેલ છે. તેમજ એકટીવ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતિથી ચુંટવાનો નિર્ધાર કરેલ છે.

બકુલ કાકા હરઃ હંમેશા ભત્રીજાઓ માટે ૨૪ × ૭, ૩૬૫ દિવસ હાજર હોય અને કોર્ટમાં, કલેકટર કચેરી, પોલીસ ખાતાની કચેરીમાં તેમજ રાજકોટના જુદા જુદા સબરજીસ્‍ટ્રાર, મામલતદાર કચેરીમા વકીલોને પડતી મુશ્‍કેલીમા તેની યોગ્‍ય રજુઆત કરીને તમામ પ્રશ્‍નોનું નિરાકરણ લાવેલ છે અને હજુ પણ બકુલ કાકા જાહેર કરે છે કે વકીલો માટે અડધી રાતે ફોન કરશો એટલે બકુલ કાકા હાજર થઈ જશે તે માટે એકટીવ પેનેલ જંગી બહુમતીથી વિજેતા કરવા નમ્ર અપીલ કરેલ છે.

એકટીવ પેનલના

ઉપ-પ્રમુખ પદના ઉમેદવાર

એડવોકેટ નિરવકુમાર કે. પંડયાનો પરીચય

રાજકોટ બાર એશોશીએશનની સામાન્‍ય ચુંટણી સને ૨૦૨૫ માં એકટીવ પેનલમાંથી ઉપ-પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવનાર એડવોકેટશ્રી નિરવકુમાર કે. પંડયા રાજકોટ બાર એશો.માં એકલવીર યોધ્‍ધા તેમજ એકટીવીટની છાપ ધરાવે છે. અને તેઓના હરહ઼મેશ એક જ ઉદેશ રહેલો હોય છે અને એકે વકીલોના હિત ખાતર જરૂર પડયે ઉપરી અધીકારીઓને લેખીત જાણ અને માંગણીઓ કરી છે.

એડવોકેટ નિરવકુમાર કે. પંડયા તેઓનાં ઉત્‍સાહભેર કાર્યો માટે તેમજ દરેક આયોજનોમાં સહાય શારીરીક શ્રમદાન આપે છે તે આપસોૈ સારી રીતે જાણો જ છે. પરંતુ તેઓને એક જ ભુખ છે અને તે છે હોદાની કારણ કે હોદો હોય તો તેઓ ઉપરોકત તમામ કાર્યો સફળતાપૂર્વક કરવા સક્ષમ છે.

રાજેશ ચાવડા

ટ્રેઝરર પરના ઉમેદવાર

રાજકોટ બાર એસોશીએસન ની વર્ષ ૨૦૨૪-૨૫ ની ચુટણીમાં ટ્રેઝર૨ પદ ના ઉમેદવાર શ્રી રાજેશ બી. ચાવડા જેમનાં ક્રમ નં.૧ છે. અને તેઓ રાજકોટ બાર એસોશીએસનના પ્રમુખશ્રી બકુલ રાજાણીની એકિટવ પેનલમાંથી ટ્રેઝરર પદ માટે પોતાની દાવેદારી નોંધાવેલ છે.

અગાઉ રાજકોટ બાર એસોશીએસન ની વર્ષ ૨૦૧૮-૧૯ ની ચુટણીમાં તેઓ કારોબારી સભ્‍ય તરીકે ખુબજ જંગી બહુમતી થી ચુંટાય આવેલા અને હાલમાં ટ્રેઝરર પદ ના ઉમેદવાર તરીકે શ્રી રાજેશ બી. ચાવડા ક્રમ નં.૧ ઉપર ઉમેદવારી નોંધાવેલ છે.

તેઓ વર્ષ-૨૦૧૦ થી વકીલાત ના વ્‍યવસાય સાથે જોડાયેલા છે. અને તેઓએ પોતાની કારકીદી ૧૯૯૬માં રાજકોટ ના સીનીયર એડવોકેટ જે.એમ.શાહ ની ઓફીસ માં ઓફીસ બોય તરીકે કરેલી. ત્‍યારબાદ તેઓ રાજકોટ ના સીનીયર એડવોકેટ બેરીસ્‍ટર સ્‍વ. શ્રી મુગટલાલ ઓ.વોરા  અને એડવોકેટ સ્‍વ.રાજેશ એમ.વોરાના કલાર્ક તરીકે શરૂઆત કરેલી. ત્‍યારબાદ તેઓ રાજકોટ ના સીનીયર એડવોકેટ સ્‍વ. શ્રી સી.એચ.ભીમાણી સાહેલ અને સીનીયર એડવોકેટશ્રી દિપકભાઈ ભીમાણી  ના કલાર્ક તરીકે હતા. ત્‍યારબાદ ૨૦૧૦ માં સનદ બાદ રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી મહેશભાઈ સી. ત્રીવેદી  સાથે ક્રિમીનલ પ્રેકટીસ ની તાલીમ લીધેલ અને વર્ષ-૨૦૧૨ થી પોતાની સ્‍વતંત્ર પેકટીસ શરૂ કરે  છે. તેઓની હાથ નીચે ૮-૧૦ જુનીયર વકીલો તાલીમ લઈ રહ્યા છે. અને પોતાનાં જુનીયર પણ સારી સારી બેંક અને સંસ્‍થા માં ફરજ બજાવે છે. તેનો તેમને આનંદ છે. તેઓ રાજકોટ સીવાય ગોંડલ,જામ-કંડોરણા,મોરબી, ટંકારા, જુનાગઢ, ભેંસાણ, પોરબંદર, ગીરસોમનાથ, તાલાલા,અમરેલી, બાબરા, જામનગર, લીંબડી,અમદાવાદ, અમદાવાદ(ગ્રામ્‍ય), ધંધુકા, ઢોલેરા, દેવભુમીદ્વારકા, લાલપુર,સુરત, સેશન્‍સ, ક્રિમીનલ,સીવીલ, રેવન્‍યુ કેસો રાજકોટ તથા સૌરાષ્‍ટ્ર કચ્‍છ માં કેસો લડે છે અને ગુજરાત હાઈકોર્ટ માં વર્ષ-૨૦૧૧-૧૨ થી પેક્‍ટીસ કરે છે.

 હર્ષાબેન પંડયા

રાજકોટ મહિલા બાર એશોશીએશનમાં ભુતકાળમાં રંજનબા રાણા, મીનાબેન વસંત, ભાવનાબેન જોશીપુરા જેવા દિગ્‍ગજ મહિલા પ્રમુખોના નેજા હેઠળ મહિલા વકીલોના સાથ- સહકારથી જોઇન્‍ટ સેક્રેટરી, ટ્રેઝરર, કારોબારી સભ્‍ય તરીકે મહિલા બારમાં સેવાઓ આપી ચુકયા છે અને તેઓએ સોૈ પ્રથમ શરદપુનમનાં દિવસે ‘‘ડિસ્‍કો ડાંડીયા'' તેમજ ‘‘પ્રવાસો''ના આયોજનો કરેલા છે. જેમાં તેઓના કાર્યભાર તેમના પતિદેવ એડવોકેટ નિરવકુમાર ે. પંડયાએ ઉઠાવેલ અને હાલનાં દિવસોમાં પણ પ્રવાસ તથા અન્‍ય આયોજનોમાં બસ ઇન્‍ચાર્જ નિરવ પંડયાની અતિ મહત્‍વની જવાબદારી હોય જ છે.

મહિલા બારનાં સભ્‍યોનાં હિત ખાતર એડવોકટ શ્રીમતી હર્ષા નિરવકુમાર પંડયા મહિલા સભ્‍યોનાં સાથ-સહકારથી યોગ્‍ય માર્ગદર્શન મેળવી યોગ્‍ય જગ્‍યાએ માંગણીઓ સાથે હંમેશા અગ્રેસર રહયા છે અને ત્‍વરીત મહિલાઓના હિતમાં નક્કર પગલાઓ લીધેલા છે. તેથી જ તેઓને રાજકોટ બાર એશો.માં મહિલા બાર એશો.ના સભ્‍યોએ જંગી બહુમતીથી ચુંટી કાઢવા અત્‍યંત જરૂરી છે. વિશેષમાં તેઓ એડવોકેટ નિરવકુમાર કે. પંડયાના ધર્મપત્‍નિ છે.

ધારેશ આર. દોશી

રાજકોટ બાર એશોસીયેશન ની ચૂંટણી ૨૦૨૪-૨૦૨૫ માં કારોબારી સભ્‍યપદમાં ઉમેદવારી નોંધાવેલ છે. જેમાં કારોબારી સભ્‍યપદ જેના ક્રમ નં ૭ છે. અને હું બકુલભાઇ રાજાણી (કાકા) ની એક્‍ટિવ પેનલ સાથે જોડાયેલ છું.

હું રાજકોટ બાર એશોસીયેશન માં સન ૨૦૧૮ થી સભ્‍યપદ મેળવેલ છે. મે વકીલાતનું પ્રથમ પગથિયું સિનિયર ધારાશાષાી જીગ્નેશ જે. તેરૈયા અને રવિ. એમ. વાઘેલા ના માર્ગદર્શન હેઠળ પ્રેક્‍ટિસ કરું છું, ફોજદારી,સિવિલ,ક્રિમિનલ વગેરે ક્ષેત્રમાં કાર્યરત છે. રાજકીય ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે વિવિધ સંસ્‍થાઓમાં સેવા આપેલ છે. ભાજપ ના યુવા કાર્યકર તરીકે સેવા આપું છું. તથા યુવાવયમાં સિનિયર તથા જુનિયર વકીલો માં લોકચાહના ધરાવે છે.

મારા રાજકોટ બાર એશોસીયેશન તમામ વકીલ ભાઈઓ -બેહનો ને મારી નમ્ર અપીલ છે. કે તમારો કીમતી અને અમૂલ્‍ય મત આપીને સમગ્ર એક્‍ટિવ પેનલને વિજયી બનાવો.

કારોબારી સભ્‍યપદના ઉમેદવાર રમેશચંદ્ર ડી. આદ્રોજા

આર્મીના રીટાયર્ડ નોન કમીશન્‍ડ ઓફીસર છે. આર્મીની નોકરીમાં ૧૩ વર્ષ સતત યુધ્‍ધ/ ઉગ્રવાદીથી ઘેરાયેલા એરીયામાં નોકરી કરેલ છે. કારગીલ યુધ્‍ધમાં સક્રિય ભાગ લીધેલ છે.

રીટાયરમેન્‍ટ પછી લો ડીગ્રી તથા લો માં માસ્‍ટર ડીગ્રી મેળવી, હાલ ક્રીમીનલ, સીવીલ અને રેવન્‍યુ ક્ષેત્રે સ્‍વતંત્ર પ્રેકટીશ  કરે છે. કોરાના વખતે રાશનકીટ વીતરણમાં મહત્‍વનું યોગદાન આપેલ હતું. આર્મીમાં લીગલ, એડમીનીસ્‍ટ્રેશન એન્‍ડ મેનેજમેન્‍ટનો લાંબો અનુભવ લીવીલ લાઇફમાં પણ વકીલ એન્‍ડ નોટરી તરીકે તેટલા જ ખંતથી કામ કરે છે.

જો કારોબારીમાં ચુંટાઇશ તો સ્‍વતંત્ર ભારત પછીના મહત્‍વના ફેરફાર કાનુનમાં તથા બારમાં કરવા પ્રયત્‍નો કરીશ.

પરસાણા અનિલ રવજીભાઇ

તેઓ આગામી રાજકોટ બાર એસોસીએશનની સને ૨૦૨૫ ની ચુંટણીમાં એકિટવ પેનલમાંથી કારોબારી સભ્‍યપદ ક્રમ નંબર ૧૩ ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવેલ છે. તેઓએ સને ૨૦૧૭ માં સીનીયર વકીલ શ્રી અનીલભાઈ આર. ગજેરા સાથે રેવન્‍યુ પ્રેકિટસનો અનુભવ લીધેલ ત્‍યારબાદ સીનીયર વકીલ શ્રી સ્‍વ. બળવંતસિંહ એસ. રાઠોડ તેમજ અશોકભાઈ બી. ઠકકર સાથે ક્રિમીનલ અને સીવીલ પ્રેકિટસનો અનુભવ મેળવેલ અને હાલ છેલ્લા ૫ વર્ષથી રાજકોટ ખાતે રેવન્‍યુ, સીવીલ, ફોજદારી અને ફેમીલી ક્ષેત્રમાં સ્‍વતંત્ર પ્રેકિટસ કરી રહયા છે અને તેઓના સમાજને લગતી સામાજીક તથા શૈક્ષણિક સંસ્‍થામાં સેવા આપી રહયા છે તેમજ સૌરાષ્‍ટ્ર જુનીયર એડવોકેટ એસોસીએશનમાં સહમંત્રી તરીકે જોડાયેલ છે અને જુનીયર વકીલોના કોઈપણ પ્રશ્‍નો તેમજ તેમના હિત માટે કામ કરી રહયા છે.

ધમેન્‍દ્ર ઝરીયા

અમો એડવોકેટ ધર્મેન્‍દ્ર મણીલાલ જરીયાએ રાજકોટ બાર એસોસીયેશનની ચુંટણી વર્ષ ૨૦૨૪-૨૫ માં કારોબારી સભ્‍યપદમાં ઉમેદવારી નોંધાવેલ છે, હું બકુલભાઈ રાજાણીની એકટીવ પેનલ સાથે કારોબારી સભ્‍યપદ માટે ક્રમ નં. ૯ ચુંટણી લડુ છુ અને હું વર્ષ ૨૦૧૨ થી રાજકોટની સીવીલ, ક્રિમીનલ તેમજ ફેમીલી કોર્ટમાં વકીલાત કરુ છુ અને હું રાજકોટ શહેરમાં એડવોકેટ મહેશભાઈ ત્રિવેદી ની ઓફીસ સાથે સંકળાયેલો છુ તેમજ અન્‍ય શહેરમાં પણ વકીલાત કરવા જાવ છુ તેમજ વકીલોના કોઈપણ પ્રશ્ન હોય તો તેમાં હંમેશા સાથ અને સહકાર આપુ છુ તેમજ વર્ષ-૨૦૧૨ થી લોયર્સ સ્‍પોર્ટસ ફાઉન્‍ડેશન હેઠળ થતી ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં યંગ સ્‍ટાર ઈલેવન ટીમમાંથી રાજકોટ બાર એસોસીયેશન માટે ક્રિકેટ રમેલો છુ. બધા જ વકીલો સાથે હળીમળી અને સાથ-સહકારથી કામ કરુ છુ મને વકીલશ્રીઓની સેવા કરવાની એક તક આપશો અને વકીલશ્રીઓના કાર્યમાં હંમેશા અગ્ર થઈને રહીશ અને અને કોઈપણ વકીલશ્રીઓની રજુઆત હશે તો તેમા સૌપ્રથમ પ્રાધાન્‍ય આપી તેઓનુ લક્ષ્ય પુરા કરવાના તમામ પ્રયત્‍ન કરીશ, મારા રાજકોટ બાર એસોસીયેશનના તમામ વકીલશ્રીઓને મને કારોબારી સભ્‍યપદ માટે જંગી મત આપી બહુમતીથી વિજય બનાવશો તેવી સર્વે વકીલોશ્રીઓને અપીલ કરુ છુ.

ભાવનાબેન વાઘેલા

આથી આ પરીચય આપુ છું કે છું ભાવના મગનલાલ વાધેલા-એડવોકેટ (રાજકોટ) રાજકોટ બાર એસોસીએશન ના ચુંટણી વર્ષ-૨૦૨૪-૨૦૨૫ ની ચુંટણી મા મે કારોબારી સભ્‍યપદમા ઉમેદવારી નોધાવી છે અને હું એકટીવ પેનલમા ક્રમ નં.૨૨ છે તેમજ એમએસીટી બારના જાણીતા અને સીનીયર ધારાશાષાી એડવોકેટ જી.ડી.ચાવડા ની ઓફીસ :-ભુપેન્‍દ્ર રોડ ડી.જે.ચેમ્‍બર, દિવાનપરા પોલીસ ચોકી ની બાજુમા-રાજકોટ ખાતે ઓફીસ મા સને-૧૯૯૧ થી તેમની ઓફીસમા કામગીરી કરૂ છું અને સને-૨૦૦૮ થી સનંદ મેળવી તેમના જુનીયર તરીકે છેલ્લા-૧૭ વર્ષથી પ્રેકટીશ કરૂ છું અને મારી કારીકીર્દીની શરૂઆત સને-૨૦૦૮ થી એડવોકેટ તરીકે કરેલ છે અને અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છું. તેમજ મારો અનુભવ છેલ્લા-૧૭ વર્ષથી એમએસીટી બારમા પ્રેકટીસ કરૂ છું તેમજ હું ભાવનાબેન ૭-વખત સિલેકશન કારોબારીમા ચુંટાયેલ છું તેમજ નારી સુરક્ષા સમિતિ મા લીગલ એડવાઈઝ તરીકે પણ હોદો ધરાવું છું અને અન્‍ય સંસ્‍થાઓ અને સામાજીક કાર્યકર તરીકે પ્રવળતિઓ કરૂ છું અને દરેક કેસો ક્રિમીનલ, કલેઈમ, સીવીલ વિગેરે ના કેસો પણ લડી રહી છું.તો મને અને મારી ટીમને જંગી બહુમતીથી મત આપી વિજય બનાવવા મારી આપ સર્વે સીનીયર-જુનીયર વકીલોને મારી નમ્ર અપીલ છે.ᅠ

દિપક પાટડીયા

દિપેશ નવનીતભાઈ પાટડીયા,ઓફિસઃ ૩૦૫ ચાણકય ચેમ્‍બર જૂની કોર્ટ સામે રાજકોટ મો.નં.૭૯૯૦૫૪૧૦૬૦ મારીવકીલાત ની શરૂઆત ૧૮ વર્ષ પહેલા ૨૦૦૬ માં ક્રિમિનલ સિવિલ પ્રેક્‍ટિસનર એડવોકેટ તરીકે કરેલ અને અનેક ક કેસોમાં વિજય મેળવેલ તથા વૈશાલી સિકયુરિટી લિમિટેડ ના,આઈ આઈ એફ એલ, સીટી ફાઇનાન્‍સ રાજકોટ, એડવોકેટ તેમજ લીગલ હેડ તરીકે કાર્ય કરેલ છે તેમજ અનેક સેવાકીય પ્રવળત્તિઓ સાથે જોડાયેલ છીએ અમો પ્રથમવખત રાજકોટ બાર એશોશીયેશનની ચૂંટણી ૨૦૨૪-રપ મા એક્‍ટિવ પેનલ માંથી કારોબારી સભ્‍યના પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવેલ છે અને મારો નંબર અનુક્રમ નંબર ૧૪ છે શ્રી બકુલભાઈ રાજાણી નેત્તુત્‍વ હેઠળ ગત વર્ષે સેવાના જે કાયૅબાકી રહ્યા છે તે પૂરા કરવાના દ્રઢસંકલ્‍પ સાથે હાલની ઉમેદવારી નોંધાવેલ છે.

(2:57 PM IST)