તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 19th December 2024
વકીલો માટે લીગલ કલીનીક, સેમિનાર, સર્કિટ બેંચની કામગીરીને અગ્રતા અપાશેઃ પરેશભાઇ મારૂ
વકીલો અને વકીલ પરિવારો માટે પણ કામ કરવા સમરસ પેનલ કટિબધ્ધઃ નવા કોર્ટ બિલ્ડીંગમાં પાયાની સુવિધા ઉભી કરાશેઃ બાર અને બેંચ વચ્ચે સમન્વય સાંધી સમયાંતરે મેડીકલ કેમ્પ કરવાનું પણ અમારૂ લક્ષ્ય છેઃ સમરસ પેનલના પ્રમુખપદના ઉમેદવાર પરેશભાઇ મારૂની ‘અકિલા' સાથે વાતચીત

રાજકોટ : બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલના ઉમેદવારોએ આજે ‘અકિલા' ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તસ્વીરમાં પ્રમુખપદના ઉમેદવાર પરેશભાઇ મારૂએ તેઓની ભાવી યોજના અંગે ‘અકિલા' ના મોભી કિરીટભાઇ ગણાત્રા અને પત્રકાર નયનભાઇ વ્યાસ સાથે વકીલો માટેની કામગીરી સંબંધે ચર્ચા કરી હતી. તસ્વીરોમાં તેઓની ટીમના હોદેદારો અને કારોબારી, મહિલા અનામતના ઉમેદવારો નજરે પડે છે. (તસ્વીરો : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૯ :.. બાર એસોસિએશનની ચૂંટણીમાં ઘણા વર્ષો બાદ ત્રિપાખીયો જ ગ જમ્યો છે. અને મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ત્રણેય પેનલના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારમા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે સમરસ પેનલના પ્રણેતા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપભાઈ પટેલ અને પ્રમુખ પદના ઉમેદવાર પરેશભાઈ મારુ સહિતના તમામ ઉમેદવારો એ આજે ‘અકિલા' શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે સમરસ પેનલ પોતાના એક એજન્ડા અને વકીલોના પ્રશ્નોના કાયમી નિરાકરણ સાથે મેદાનમાં ઉતરી હોવાનું પ્રમુખ પદના દાવેદાર પરેશભાઈ મારું એ છણાવટ સાથે પ્રશ્નોની ચર્ચા કરી હતી જેમાં નવા કોર્ટ બિલ્ડિંગમાં ખૂટતી સુવિધાનો અભાવ હોય જેમાં એટીએમ, પોસ્ટ ઓફિસ, સ્ટેમ્પ વેન્ડર તેમજ અસીલોને સસ્તો અને સરળ ન્યાય મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટ સહિતની વ્યવસ્થા ઊભી કરવા જયાં જરૂર પડે ત્યાં તંત્રનો પણ સહયોગ લેવામાં આવશે.
તેમજ રાજકોટ જિલ્લા મથકે અને તાલુકાની કોર્ટોમાં ન્યાયધીસો અને સ્ટાફની જગ્યા ભરવા માટે હાઈ કોર્ટને રજૂઆત કરવામાં આવશે જુનિયર વકીલો માટે લીગલ ક્લિનિક શરૂ કરી સિનિયર વકીલો દ્વારા સિવિલ રેવન્યુ ક્રિમિનલ સહિતનું કાયદાકીય જ્ઞાન મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે, આ ઉપરાંત રાજકોટ સહીત સૌરાષ્ટ્ર ભરનાના વકીલો માટે નેશનલ અને સ્ટેટ લેવલના પેનલ લીગલ સેમિનારનું પણ આયોજન કર કરવાનો સંકલ્પ છે. બાર અને બેંન્ચ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો રહે તે માટે જયુડીસરી સાથે બેસીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. ત્યારે સમયાંતરે વકીલો માટે કોર્ટ કેમ્પસમાં મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવશે, આ ઉપરાંત રેવન્યુ, કન્ઝ્યુમર અને એસએસઆરડી સહિતની અમદાવાદ ખાતે બેસતી કોર્ટે ની સર્કિટ બેન્ચ રાજકોટને મળી રહે તે માટે સામૂહિક પ્રયાસ કરવાનો કોલ આપ્યો હતો.
આ ઉપરાંત ‘અકિલા' સાથેની વાતચીતમાં પરેશભાઈ મારૂએ જણાવ્યું હતું કે અમો લોયર્સ ફેડરેશનના નેજા હેઠળ સૌરાષ્ટ્રભરના જીલ્લા-તાલુકા બાર એસો.ની ર૧ ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય દંડ સહિતા અને.આઇ. પી. સી. માં સુધારો કર્યો છે. ત્યારે ખાસ કરીને નવા વકીલોને માર્ગદર્શન આપવા લીગલ કલીનીક ઉપરાંત સેમિનારો પણ કરવામાં આવશે.
ખાસ કરીને રેવન્યુ, ચેરીટી, સીવીલ અને ફોજદારી કાયદા સહિતના તમામ ક્ષેત્રનું માર્ગદર્શન નવા વકીલોને મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
વધુમાં પરેશભાઇ મારૂએ જણાવેલ કે, ગુજરાત રસકાર દ્વારા નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો જેને તંત્ર તાત્કાલીક ઉપયોગ કરી વકીલોના બાર એસો.ના નવા ભવન માટે ઓડીટોરીયમ સહિતની સુવિધા પુરી પાડે તે અંગે રજુઆત કરવામાં આવશે. વકીલ પરિવારોના તેજસ્વી બાળકો માટે પણ તેઓને મોટીવેશન આપવા પ્રોત્સાહિત કાર્ય કરવામાં આવશે.
આ ઉપરાંત નવા કોર્ટ બિલ્ડીંગમાં પાયાની સુવિધા જેવી કે, ટ્રાન્સપોર્ટેશન, સ્ટેમ્પપેપર, એટીએમ, ઝેરોક્ષ, પોસ્ટ ઓફીસ બેંકો સહિતની સુવિધા મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે.
સમસ્ત પેનલની ટીમના પ્રમુખપદના ઉમેદવાર પરેશ મારૂ, ઉપપ્રમુખપદના સુમિત વોરા, સેકેટ્રરીના ઉમેદવાર કેતન દવે, જો.સેક્રેટરીના ગીરીરાજસિંહ જાડેજા, ટ્રેઝરરપદના પંકજભાઇ દોંગા, લાયબ્રેરી સેક્રેટરીના કેતનભાઇ પંડયા, મહિલા અનામતના રક્ષાબેન ઉપાધ્યાય તેમજ કારોબારીના ઉમેદવારો સંજય ડાંગર, તુષાર દવે, પ્રગતિબેન માકડીયા, પરેશભાઇ પાદરીયા, અશ્વિન રામાણી, નિકુંજ શુકલ, મુનિષ સોનપાલ, રવિ વાઘેલા રહયા હતાં.
(3:06 PM IST)










