<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

શનિવારે વિશ્‍વ ધ્‍યાન દિવસ :આત્‍મિય કોલેજમાં સામૂહિક ધ્‍યાન

ગુજરાત યોગ બોર્ડ, શિવકૃપાનંદ સ્‍વમી ફાઉન્‍ડેશન અને આત્‍મિય યુનિવર્સિટીના સંયુક્‍ત ઉપક્રમે આયોજનઃ સાંજે ૪ વાગ્‍યા થી પ્રારંભઃ મહુડીના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ થશેઃ ધર્મ - જાતિ - ભાષાના ભેદભાવ વગર સૌને જોડાવા અનુરોધ

રાજકોટ તા.૧૯ ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી અવિરત ચાલતા યોગ અને ધ્‍યાન ની -વળત્તિને અંતર્ગત અને સંયુક્‍તરાષ્‍ટ્ર મહાસભા દ્વારા ઘોષિત વિશ્વ યોગ દિવસ ૨૧ મી ડિસેમ્‍બર ના સાંજે ૪ વાગ્‍યાથી રાજકોટ માં સામુહિક ધ્‍યાનનો કાર્યક્રમ  પૂ શિવકળપાનુંનંદ દસ્‍વામીજીના સાંનિધ્‍યમાં વિશ્વ ધ્‍યાન દિવસ અંતર્ગત આયોજીત થયો છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે ૨૧ ડિસેમ્‍બર વિશ્વ ધ્‍યાન દિવસ અંતર્ગત પ્રથમ ‘‘વિશ્વ ધ્‍યાન દિવસ'' ની ઉજવણી આત્‍મીય કોલેજ ખાતે બ્રમ્‍હાલીન પૂ જ્‍ય હરિપ્રસાદ સ્‍વામીજી ના આશીર્વાદ તેમજ આત્‍મીય યુનિવર્સિટીના પ્રેસિડેન્‍ટ પૂ યત્‍યાગ વલ્લભ સ્‍વામી જી ના માર્ગદર્શન હેઠળ, ગુજરાતરાજ્‍ય યોગ બોર્ડ અને શ્રી શિવકળપાનંદસ્‍વામી ફાઉન્‍ડેશન તથા આત્‍મીય યુનિવર્સિટીના સંયુ ક્‍તઉપક્રમે આ  કાર્યક્રમ આયોજીત કરાયો છે.

ઉપરાંત સૌરાષ્‍ટ્ર સમર્પણ આશ્રમ સિંધાવદર મધ્‍યે વિશ્વ ધ્‍યાન દિવસ અંતર્ગત ધ્‍યાનનો ભવ્‍ય કાર્યકમ થશે.

૨૧ ડિસેમ્‍બર ‘વિશ્વ ધ્‍યાન દિવસ'ની ઉજવણી કરવા હિમાલયીન સમર્પણ ધ્‍યાનયોગ'ના પ્રણેતા સદ્ગુરુ શ્રી શિવકળપાનંદ સ્‍વામીજીના સાંનિધ્‍યમાં ધ્‍યાનના અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા. ૨૧ ડિસેમ્‍બરના રોજ ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ, રમત-ગમત, યુવાઅને સાંસ્‍કળતિક પ્રવળ ત્તિવિભાગ તથા શ્રી શિવકળપાનં દસ્‍વામી ફાઉન્‍ડેશન દ્વારા પણ સવારે કાર્યક્રમો યોજાશે અને સાંજેવિશ્વભરના લોકો સામૂ હિકધ્‍યાનનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સમર્પણ આશ્રમ ખાતે સાંજેડ વાગ્‍યે પૂ જ્‍યસ્‍વામીજીના પ્રત્‍યક્ષ સાંનિધ્‍યમાં ધ્‍યાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં વિશ્વના અનેક દેશોના લોકો ઓનલાઇન પણ જોડાઈ શકે એ માટે હિન્‍દી અને અંગ્રેજી ભાષામાં ઓનલાઈન પ્રસારણની પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

 રાજકોટ ખાતે આત્‍મીય કોલેજના સભાખં ડમાંગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ શ્રી શિવકળપાનં દસ્‍વામી ફાઉન્‍ડેશન તથા આત્‍મીય યુનિવર્સિટીના સં યુક્‍તઉપક્રમે એક કાર્યક્રમનું સાંજે ૪ વાગ્‍યા થી આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં મહુડીમાં પૂ જ્‍ય સ્‍વામીજીના સાંનિધ્‍યમાં યોજાનાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે, લોકો સામૂ હિકધ્‍યાનમાં જોડાશે. કેનેડા, યુ એસએ સહિતના દેશોમાં તેમના સમય મુજબ સવારે ૬:૩૦ કલાકે તેમજ યુ કેસહિતના દેશોમાં સવારે ૧૧:૩૦ વાગ્‍યે શિબિરનું પ્રસારણ થશે.

સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘ગુરુતત્ત્વ' યુ ટયુબચેનલ દ્વારા ગુજરાતના કચ્‍છ સમર્પણ આશ્રમ, દાંડીસમર્પણ આશ્રમ, સૌરાષ્‍ટ્ર સમર્પણ આશ્રમ તથા મધ્‍ય ભારત સમર્પણ આશ્રમ નાગપુર રાજસ્‍થાન સમર્પણ આશ્રમ અજમેર ગોવા સમર્પણ આશ્રમ, શ્રી શિવકળપાનં દસ્‍વામી મઠ, બેંગલોર સ્‍થિત દક્ષિણ ભારત આશ્રમ સહિત દરેક આશ્રમ ખાતે પણ કરવામાં આવશે.

 વિશ્વ ધ્‍યાન દિવસની ઉજવણીમાં વધુમાં વધુ લોકો ધ્‍યાન માર્ગ અપનાવી પોતાના જીવનને સરળ અને સું દરબનાવે તે માટે ગુરુતત્ત્વટીમ અને સમર્પણ ધ્‍યાનયોગ પરિવારના સાધકો સહિત દરેક વ્‍યક્‍તિ પ્રયત્‍નશીલ છે.તસ્‍વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા મા.ન.કોર્ડીનેટર ગીતાબેન સોજીત્રા, સીશિયલ મીડિયા કો.દર્શનાબેન આહ્યા, મીડિયા પ્રભાશી પારૂલબેન દેસાઇ સમર્પણ ધ્‍યાન કેન્‍દ્રના આચાર્ય ધીમંતભાઇ ઢેબર,મંયકભાઇ ત્રિવેદી, મ.ન.કો. મીતાબેન પંડયા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:01 PM IST)