<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

કેન્‍દ્રીય ગૃહમંત્રી માફી માંગે રાજીનામું આપવાની માંગ સાથે એનએસયુઆઇ દ્વારા ચકકાજામ

રાજકોટઃ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહે સંસદમાં કરેલ ઉચ્‍ચારણોના વિરોધમાં દેશભરમાં વિરોધ છવાયો છે. ત્‍યારે આજે રાજકોટ એનએસયુઆઇ દ્વારા રસ્‍તા રોકો આંદોલન થયું હતું. એનએસયુઆઇ એક યાદીમાં જણાવે છે કે ૧૭ ડીસેમ્‍બર ર૦ર૪ના રોજ ગૃહમંત્રી અમીતભાઇ શાહે સંસદમાં કહયું કે ‘‘એક ફેશન બની ગઇ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર બોલવાની ! આટલી વખત ભગવાનનું નામ લે તો સાત જન્‍મ સુધી સ્‍વર્ગ મળી જાય!''

ભાજપ/આરએસએસ અને તેમના નેતાઓ અને ગૃહમંત્રીના મગજમાં ડો. આંબેડકર પ્રત્‍યે કેટલી નફરત છે તે જોઇ શકાય છે. ડો.બાબા સાહેબ આંબેડકર એ ગરીબો/દલિતો/વંચિતો અને મહિલાઓને સૌને સમાન હકક અપાવ્‍યો છે. બાબા સાહેબ આંબેડકર ફકત એક સમાજના જ નહીં ભારત દેશના નેતા છે. બાબા સાહેબએ આ દેશને બંધારણ આપ્‍યું છે. તેમનું અપમાન એ સમગ્ર દેશનું અપમાન ગણાય. ભારતીય જનતા પાર્ટી બે વર્ષોથી બાબા સાહેબ અને બંધારણ વિરોધી છે જે આ પ્રકારના નિવેદન થી દેખાઇ આવે છે. પહેલા બંધારણ બદલવાની વાત અને હવે બાબા સાહેબનું અપમાન આ બાબતો સ્‍પષ્‍ટ કરે છે કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ બાબા સાહેબને કેટલી નફરત કરે છે.  જે વ્‍યકિતએ દેશના લોકોને હક, ન્‍યાય અને સમાનતા અપાવવા હંમેશા આગળ રહયાં તે જ વ્‍યકિતનું અપમાન કદી સહન કરી શકાય નહિં. બાબા સાહેબનું આ અપમાન તે સરકાર જ કરી શકે જે બંધારણને નફરત કરતી હોય અમીતભાઇ શાહે માફી માંગવી જોઇએ અને તેમના બંધારણીય પદ પરથી રાજીનામું આપવું જોઇએ. તેવી માંગ સાથે કોટેચા ચોક ખાતે રસ્‍તારોક ચકકાજામ કર્યુ હતું. તે સમયની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:14 PM IST)