<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

સિવિક સેન્‍ટરમાં મ્‍યુ.કમિશનરના ધામાઃ પાણી-બેઠક વ્‍યવસ્‍થા- મંડપની તાત્‍કાલીક સુવિધા કરાવીઃ મુળ સમસ્‍યા યથાવત

‘‘અકિલા''એ લોકોની મુશ્‍કેલીને વાચા આપીઃ તંત્રએ ત્‍વરીત પગલા લીધા

રાજકોટ, તા. ૧૯: મનપાના સિવિલ સેન્‍ટરોની દયનિય સ્‍થિતિ અને લોકોની હાલાકીને ‘‘અકિલા'' દ્વારા વાચા આપવામાં આવતા તંત્ર સફાળુ જાગ્‍યું છે.

રાજકોટ મહાનગરપાલીકાના કમિશનર તુષાર સુમેરાએ આજે આધાર કેન્‍દ્ર અને સિવિક સેન્‍ટરની મુલાકાત કરી પીવાના પાણી, બેઠક વ્‍યવસ્‍થા અને મંડપની તાત્‍કાલિક સુવિધા કરવા સુચના આપી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કેન્‍દ્ર અને સિવિક સેન્‍ટરની સુવિધા ઉપલબ્‍ધ છે. હાલ રેશન કાર્ડમાં E-KYC કરવા અંગે આધાર કેન્‍દ્રો ખાતે અરજદારોનો ઘસારો વધુ જોવા મળે છે ત્‍યારે આજે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતેના આધાર કેન્‍દ્ર અને સિવિક સેન્‍ટરની મુલાકાત લીધી હતી.

  મુલાકાત દરમ્‍યાન મ્‍યુનિસિપલ કમિશનરએ અરજદારો માટે પીવાના પાણીની, બેઠક વ્‍યવસ્‍થા અને મંડપની સુવિધા ઉભી કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.

  રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે આવતા અરજદારને સંપૂર્ણ વ્‍યવસ્‍થા મળી રહે તે માટે મ્‍યુનિસિપલ કમિશનરએ રૂબરૂ સ્‍થળ મુલાકાત કરી જરૂરી વ્‍યવસ્‍થા કરવા સુચના આપી હતી.

ઉપરાંત મનપા તંત્ર દ્વારા સરકાર પાસે આધારની વધુ ૬ કિટની માંગણી કરવામાં આવી છે. મનપા પાસે હાલ કુલ ર૩માંથી  ર૦ કિટ કાર્યરત છે.

જેમાંથી સેન્‍ટ્રલ તથા વેસ્‍ટ ઝોનમાં ૭-૭ અને ઇસ્‍ટ ઝોનમાં ૬ કિટ ઉપયોગમાં લેવાઇ રહી છે. જો કે વધુ પ કિટ શૂ કરવા આવતા અઠવાડીયા મંજૂરી મળી જવાની શકયતા તંત્ર દ્વારા સેવાઇ રહી છે.

સાથે આજે મ્‍યુ. કમિશનર સુમેરાની  આધાર કેન્‍દ્રની મુલાકાત બાદ પાણી અને મંડપની સુવિધા આપવાની સાથે અરજદારો માટે જરૂર પડયે વધુ ખુરશીઓ મૂકી બેઠક વ્‍યવસ્‍થા પણ વધારવામાં આવશે. (૯.૩૦)

મનપાનો વાયદો પોકળકે વ્‍યવસ્‍થાની કમી?

રાજકોટઃ મનપા દ્વારા ગઇકાલે જ ટોકન સીસ્‍ટમ સિવીક સેન્‍ટરમાં લાગુ કરવાની જાહેરાત કરી હતી, પણ આજે ખુદ મ્‍યુ.કમિશનરે મુલાકાત લીધી હોવા છતાં અનેક અરજદારો આધારકાર્ડની કામગીરીથી વંચિત રહયા હતા. ટોકન સિસ્‍ટમ બાદ પણ આજે ૧૦૦ જેટલા લોકોને ટોકન ન મળતા પરત ફર્યા હતા. જો કે તંત્રના દાવા વચ્‍ચે લોકોની પરેશાની યથાવત જ રહી છે.

(4:49 PM IST)