<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

મ્‍યુ. કમીશ્‍નર બન્‍યા ‘નાયક' : લોકોની સમસ્‍યા જાણવા ઉતર્યા મેદાને

શહેર વોર્ડ નં. ૧૪માં વિવિધ માહિતી મેળવી ફરીયાદોને રેન્‍ડમલી રીવ્‍યુ લેવાનો સોરઠીયાવાડી સર્કલ રી-ડેવલપમેન્‍ટ થશે : સ્‍થળ મુલાકાત

રાજકોટ, તા.૧૯ :  મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્‍થળોએ ચાલી રહેલા નાના મોટા તમામ મોટા વિકાસલક્ષી પ્રોજેક્‍ટ્‍સ નિヘતિ સમયમર્યાદામાં પરિપૂર્ણ કરવાના હેતુસર તેમજ નાગરિકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવા અંગે સંતોષકારક નિરાકરણ કરવામાં આવે તેવા આશય સાથે આજે તા.૧૯ ના  મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોર્ડ નં.૧૪ની વોર્ડ ઓફિસ ખાતે વોટર વર્કસ, બાંધકામ, ડ્રેનેજ, રોશની અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાની શાખા અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.    નાગરિકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદોનો અધિકારીેઓ પાસેથી રેન્‍ડમલી રીવ્‍યુ લેવામાં આવ્‍યો અને રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવા લગત ફરિયાદ કરેલ રહેવાસીઓ પાસે રૂબરૂ જઈને ફરિયાદ નિવારણ અંગે માહિતી મેળવી હતી. સાથોસાથ સોરઠીયાવાડી સર્કલ રી-ડેવલપમેન્‍ટ અંગે એજન્‍સીના પ્રતિનિધિ સાથે સ્‍થળ મુલાકાત કરવામાં આવી.

આજે સવારે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોર્ડ નં.૧૪ની વોર્ડ ઓફિસ વોટર વર્કસ, બાંધકામ, ડ્રેનેજ, રોશની અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા લગત કામગીરી અંગે રીવ્‍યુ મેળવ્‍યો હતો. વોર્ડના રહેવાસીઓ દ્વારા કરવામાં આવતી ફરિયાદ અંગે અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી રિપોર્ટ મેળવી જે નાગરિકની ફરિયાદ સોલ્‍વ થઇ ગઈ છે તે રહેવાસીના ઘરે જઈને રૂબરૂ ફરિયાદ નિવારણ અંગે અભિપ્રાય મેળવ્‍યો હતો.

ફીલ્‍ડ વિઝિટ દરમ્‍યાન સોરઠીયાવાડી સર્કલ રી-ડેવલપમેન્‍ટ અંગે એજન્‍સીના પ્રતિનિધિ સાથે સ્‍થળ મુલાકાત કરી માહિતી મેળવી હતી. હયાત સોરઠીયાવાડી સર્કલ અને રી-ડેવલપમેન્‍ટ થયા પછી સોરઠીયાવાડી સર્કલ કેવું લાગશે તે અંગે જાણકારી મેળવી હતી.

 શહેરની ફેરણીમાં મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્‍જી. અતુલ રાવલ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્‍વિજયસિંહ તુવર, મેનેજર નરેન્‍દ્ર આરદેસણા, પી.એ.(ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે તેમજ વોટર વર્કસ, બાંધકામ, ડ્રેનેજ, રોશની અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા લગત અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:27 PM IST)