<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

દેશી-વિદેશી દારૂ અને ટ્રાફીક નિયમન ભંગ બદલ રૈયાધાર, છોટુનગર, કિટીપરા, ઘંટેશ્‍વરમાં ડ્રાઈવઃ ૯૦ કેસ

પશ્‍ચિમ વિભાગના એસીપી રાધીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ઝોન-રની એલ.સી.બી. પ્ર.નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, તાલુકા એ-ડીવીઝન અને માલવીયાનગર પોલીસની કામગીરી

રાજકોટ, તા.૧૯: શહેરમાં દેશી અને વિદેશી દારૂની ચાલતી પ્રવૃતિને અટકાવવા માટે અને ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે શહેરના પશ્‍ચિમ વિભાગમાં જેમકે રૈયા ગામ, રૈયાધાર, કીટીપરા, બજરંગવાડી, છોટુનગર, મફતીયાપરા તથા ઘંટેશ્‍વર રપ વારીયા વિસ્‍તારોમાં પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસે દેશી દારૂના ૧૮ કેસ દાખલ કરી રૂ.રરર૦૦ની કિંમતનો ૧૧૧ લીટર દેશીદારૂ કબ્‍જે કર્યો હતો. તેમજ વિદેશીદારૂના બે કેસમાં રૂ.પ હજારની કિંમતની સાત બોટલ કબ્‍જે કરી હતી. તેમજ નશો કરી વાહન લઈ નીકળનારા, પુરઝડપે વાહન ચલાવતા સહિત ટ્રાફીક નિયમનનો ભંગ કરનારાઓ સહિત કુલ ૯૦ કેસ દાખલ કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી ઝોન-રની એલસીબી, પ્રધ્‍યુમનનગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, તાલુકા, એ-ડીવીઝન અને માલવીયાનગર પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(4:28 PM IST)