News of Thursday, 19th December 2024
બૂટલેગર હર્ષદ ઉર્ફ મહાજનને ૧૩મી વખત પાસામાં ધકેલાયો
૨૦૦૨માં પહેલીવાર અને છેલ્લે ૨૦૨૧માં અમદાવાદ જેલમાં પાસામાં ધકેલાયો હતો : ૫૫ ગુનાઓમાં સંડોવણીઃ તેમાં દારૂ ઉપરાંત મારામારી, ધમકી, હત્યાની કોશિષના ગુનાઓ પણ સામેલ : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વોરન્ટ ઇશ્યુ કરતાં પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા એન ટીમે વોરન્ટ બજવણી કરી સુરત જેલહવાલે કર્યો

રાજકોટ તા. ૧૯: શહેરના બૂટલેગર હર્ષદ ઉર્ફ મહાજનને વધુ એક વખત પાસા તળે જેલહવાલે કરાયો છે. વર્ષ ૨૦૦૨માં પહેલી વખત પાસાની યાત્રાએ ગયેલા આ શખ્સને છેલ્લે ૨૦૨૧માં પણ અમદાવાદ જેલમાં ધકેલાયો હતો. કુલ ૧૨ વખત પાસા તળે જુદી જેલની સફર કરી ચુકેલા આ બૂラટલેગરને ૧૩મી વખત પાસામાં ધકેલાયો છે.
શહેરમાં દારૂબંધી કડક બનાવવા અસરકારક કામગીરી કરવા સુચના મળી હોઇ અને આવા ગુનાઓમાં સામેલ શખ્સોના ગુનાહિત ઇતિહાસ ચકાસી પાસા દરખાસ્ત કરવાની સુચના અપાઇ હોઇ પીસીબીની ટીમે હર્ષદ ઉર્ફ મહાજન માણેકલાલ માંડલીયા (ઉ.વ.૪૫-રહે. ભવાની ચોક, અંકુર વાડીની બાજુમાં, વૃંદાવન પાર્ક-૧, વાઘેશ્વરી કૃપા)ની પાસાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં તૈયાર કરતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ તે મંજુર કરી હતી અને તેને સુરત જેલમાં ધકેલવા હુકમ કરતાં પીસીબીની ટીમે વોરન્ટ બજવણી કરી હતી.
હર્ષદ ઉર્ફ મહાજન વિરૂધ્ધ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન, બી-ડિવીઝન, થોરાળા, કુવાડવા રોડ, પ્ર.નગર, તાલુકા, ડીસીબી, માલવીયાનગર, ગાંધીગ્રામ, પડધરી પોલીસ સ્ટેશન, ધ્રોલ, સુરેન્દ્રનગર, આજીડેમ, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનોમાં વર્ષ ૨૦૦૨થી માંડી ૨૦૨૪ સુધીમાં કુલ પંચાવન (૫૫) ગુના નોંધાયા છે. જેમાં સોૈથી વધુ ગુના દારૂના છે. તેમજ સાથે મારામારી, ધમકી, હત્યાની કોશિષ સહિતના ગુનાઓ પણ તેના નામે છે. છેલ્લે આ વર્ષમાં જ ડીસીબીમા દારૂનો ગુનો નોંધાતા તેની ધરપકડ થઇ હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હર્ષદ ઉર્ફ મહાજનને સોૈથી પહેલી વખત ૨૦૦૨માં પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો હતો. બાદમાં ૨૦૦૭માં ગોધરા જેલ, ૨૦૦૮માં ભરૂચ, ફરી એ જ વર્ષમાં નવસારી, ૨૦૦૯માં છોટાઉદેપુર, ૨૦૧૦માં સુરત, ૨૦૧૧માં નવસારી, ૨૦૧૨માં ભુજ, ૨૦૧૩માં સુરત, ફરી એ જ વર્ષમાં ભુજ, ૨૦૧૮માં વડોદરા અને છેલ્લે ૨૦૨૧માં અમદાવાદ જેલમાં પાસા તળે ધકેલાયો હતો. હવે ૧૩મી વખત સુરત જેલમાં મોકલવામાં આવ્યો છે.
પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, કરણભાઇ મારૂ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્સ.યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકીએ વોરન્ટ બજવણી કરી હતી.
(4:29 PM IST)










