News of Thursday, 19th December 2024
રાજકોટ વકીલ હિત રક્ષક મંડળના નવા વર્ષનાહોદેદારોની બિનહરીફ વરણીઃ પ્રમુખપદે ડી. ડી. પરમાર

રાજકોટ તા. ૧૯: રાજકોટ વકીલ હિત રક્ષક મંડળના વર્ષ ૨૦૨૫ માટે હોદેદારોની સર્વાનુમતે વરણી પ્રમુખ-ડી.ડી.પરમાર, ઉપપ્રમુખ-અશ્વિન ભટ્ટ, સેક્રેટરી-રાજેશ કોટક, જોઈન્ટ સેક્રેટરી-જર્નાદનભાઈ કકકડ, ટ્રેઝરર-મહેન્દ્રભાઈ વાળા, કન્વીનર-આર.ટી.સોલંકી ત્થા સહ કન્વીનર-નરવીરસિંહ રેવરની વરણી કરવામાં આવી હતી.
વકીલ હિત રક્ષકની મંડળની રચના સને ૧૯૯૫ની સાલમાં રામનવમીને દિવસે શરૂ કરવામાં આવેલ છે, તેનો મુખ્ય હેતુ વાદ વિવાદ અને રાજકારણથી પર રહી માત્ર વકીલોના હિતમાં કામ કરનાર રાજકોટનું ૩૦ વર્ષ જુનુ મંડળ છે. જેને અનેક વકીલ મિત્રોને સંકટ સમયે ખંભે ખંભા મિલાવી જરૂરી મદદ પુરી પાડી છે અને આમ, અણીના સમયે નિસ્વાર્થ ભાવે મદદ કરવાની ભાવના ધરાવતું આ સૌથી જુનુ મંડળ છે.આ મંડળના હોદેદારોએ અનેક સભ્યોને વકીલાતના વ્યવસાયમાં ભોગવવી પડતી અનેક પ્રકારની મુસીબતોમાં અને ઘરની આસપાસપાડોસીઓ સાથે થતી તકરારોમાં કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર હરહમેંશ સાથ સહકાર આપી મંડળના નામ કરણ મુજબ સેવાઓ આપવામાં અગ્રસર રહી છે.
આ મંડળે માત્ર વકીલોનું હિત સર્વોપરી ગણી અનેક જુનિયર અને સીનીયરના ભેદભાવ ભૂલી કામ કરેલ છે જેની યાદી ઘણી જ મોટી છે તેથી તેનો ઉલ્લેખ જાહેર જનતા સમક્ષ પ્રિન્ટ મીડીયા મારફત અત્યારે કરવો અસ્થાને છે.કારણકે, આ સંસ્થાએ એક મોટો ભાઈ તરીકે ભુમિકા ભજવી છે તેથી તેના નાના ભાઈઓને અણધારી આવી પડતી તમામ પ્રકારની મુસિબતોમાં તમામ રીત.સાથ સહકાર આપી અને મદદરૂપ થઈ છે અને અવિરત પણે સેવાની ભાવના સાથે તત્પર છે.
દર વર્ષની જેમ આ વર્ષેપણ મીટીંગમાં સર્વાનુમતે નિર્ણય લઈ હોદેદારોની નિમણુક કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે શ્રી.ડી.ડી.પરમાર, ઉપપ્રમુખ તરીકે શ્રી.અશ્વિનભાઈ ભટ્ટ, સેક્રેટરી તરીકે રાજેશ કોટક, જોઈન્ટ સેક્રેટરી તરીકે શ્રી.જર્નાદનભાઈ કકકડ, ટ્રેઝરર તરીકે શ્રી. મહેન્દ્રભાઈ વાળા ની નિમણૂંક કરવામાં આવી છે.
તેમજ કારોબારી સભ્યો (૧) ભરત બારોટ (૨) ખીમજીભાઈ સોલંકી, (૩) મનસુખ સોલંકી, (૪) જયેશ ચૌહાણ, (૫) કલ્પેશ મોરી, (૬) હરેશ સાગઠીયા, (૭) ભરત કે.પરમાર, (૮) વિશાલ સોજીત્રા, (૯) માધવ પરમાર,ની સર્વાનુ મતે નિમણૂંક કરવામાં આવેલ છે.
તેમજ કન્વીનર રાણાભાઈ ટી.સોલંકી, સહ કન્વીનર નરવીરસિંહ રેવર ની સર્વાનુ મતે નિમણૂંક કરવામાં આવેલ છે.
(4:31 PM IST)










