News of Thursday, 19th December 2024
રાજકોટ નોટરી ફેડરેશનના હોદેદારો-સભ્યોની વરણી

રાજકોટ તા. ૧૯: રાજકોટ નોટરી ફેડરેશનના હોદેદારો તથા કમીટીની વરણી કરવામાં આવી છે.
રાજકોટ ખાતે નોટરીઓના પ્રશ્નો માટે સમયાંતરે રજુઆતો કરતા તેમજ નોટરી માટે સેમીનારના આયોજન કરતા કોઇપણ જાતના વાદ-વિવાદ વગરના નોટરી ફેડરેશનના હોદેદારોની નીચે મુજબ વરણી કરવામાં આવેલ છે.
પ્રમુખ પદે સંજયભાઇ જે. જોષી, ઉપ પ્રમુખ પદે અજયસિંહ ચૌહાણ, સેક્રેટરી પદે જયદેવભાઇ સીસાંગીયા, જો. સેક્રેટરી પદે ઓમદેવસિંહ જાડેજા, ટ્રેઝરર પદે અશ્વિનભાઇ સેખલીયા તથા કમીટી સભ્યોમાં ભુપેન્દ્રસિંહ જાડેજા, હેમલભાઇ ગોહેલ, શૈલેષભાઇ દવે અને ધર્મેશભાઇ એન. સોલંકીની વરણી કરવામાં આવી છે.
(4:31 PM IST)










