હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોલેજીયન વિદ્યાર્થીનીની ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી એડીટ કરેલા બિભત્સ ફોટા પોસ્ટ કર્યા
ઓખામંડળના મેહુલ કેર વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૯: શહરેની એક કોલેજીયન છાત્રાના નામે ઓખામંડળના શખ્સે બોગસ ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેમ એડીટ કરેલા બિભત્સ ફોટા પોસ્ટ કરી દેતાં આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ઓગણીસ વર્ષિય યુવતિની ફરિયાદ પરથી દેવભુમિ દ્વારકાના ઓખા ગામે રહેતાં મેહુલ રણમલભા કેર તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું રાજકોટ રહી કોલેજમાં અભ્યાસ કરુ છું અને વ્હોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરુ છું. ગત ૧૩/૧૨/૨૪ના રોજ કોઇએ મારા નામની ફેક આઇડી આઇ એમ સોરીના નામથી બનાવી તેમાં મારા ઇન્સ્ટાગ્રામ આઇડીમાંથી ફોટા મેળવી એડીટ કરી અશ્લીલ ફોટા મારા નામની ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી પર પોસ્ટ કરી દઇ મનેસમાજમાં બદનામ કરવાના ઇરાદે આવુ કર્યુ હતું. જેથી મેં સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી હતી.
આઅરજીની સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતાં આ આઇડીના મોબાઇલ નંબર કેર મેહુલ રણમલભા-રહે કૃષ્ણનગર સુરજકરાડી, ઓખા મંડલ દેવભુમિ દ્વારકાના નામના હોવાની ખબર પડી હતી. મેહુલે મારા નામની બોગસ ફેક આઇડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર મારા ફોટા એડીટ કરીને મુકી દઇ મને સમાજમાં બદનામી કરી પરેશાન કરી તમેજ મારુ મનોબળ તોડવા પ્રયાસ કર્યો હોઇ મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં યુવતિને જણાવતાં પીઆઇ એસ. ડી. ગીલવાએ વધુ તપાસ હાથ ધરી છે.










