<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

કિસાનપરા ચોકમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન થાય એ પહેલાં પોલીસે ૧૮ની અટકાયત કરી: કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને ખોટી રીતે રજૂ કરી કોંગ્રેસે વિરોધ કર્યો છે તેથી કોંગ્રેસ માફી માંગે: મુકેશ દોશી

રાજકોટઃ દેશના ગૃહમંત્રી અમિત શાહે ડો. બાબાસાહેબ આંબેડકર અંગે કરેલી ટિપ્પણી બાદ આજે ગુજરાતમાં એનએસયુઆઇ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનની સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં પણ એનએસયુઆઈએ વિરોધ કર્યો હત. આ પછી  હવે ભાજપ પણ મેદાને આવ્યું છે અને આજે સાંજે રાજકોટના કિસાનપરા ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતાબેન શાહની આગેવાનીમાં યુવા ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો જો કે પોલીસે આ પૂતળા દહન થવા દીધું ન હતું પરંતુ બાદમાં કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગયા હતા અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને ખોટી રીતે રજૂ કરી કોંગ્રેસે વિરોધ કર્યો છે જેથી અમારી માંગણી છે કે રાહુલ ગાંધી માફી માંગે કારણ કે અમે પણ કહીએ છીએ કે બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા હતા. પોલીસે પૂતળા દહન પહેલા જ ભાજપ આગેવાનો કાર્યકરોને પકડી પકડીને મોબાઈલમાં બેસાડ્યા હતાં.

(6:48 PM IST)