તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
રાજકોટમાં સારસ્વત બ્રાહમણ જ્ઞાતિ મહાસ્થાન દ્વારા કાલે રાંદલ માતાજીના ૧૦૮ લોટા ઉત્સવનું ભવ્યથી ભવ્ય આયોજનઃ બ્રાહમણ સમાજમાં અનેરો ઉત્સાહ
બને ટાઇમ મહાપ્રસાદ, સરસ્વતી સન્માન, મેગાબ્લડ ડોનેશન કેમ્પ સમારંભ સહિત કાર્યક્રમોની વણઝાર

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ તા.૨૧: રાજકોટમાં રવિવારે સારસ્વત બ્રાહમણ જ્ઞાતિ મહાસ્થાનના ઉપક્રમે શ્રી રાંદલ માતાજી ના ૧૦૮ લોટાઉત્સવ, સરસ્વતિ સન્માન સમારંભ, મેગા બ્લડ ડોનેશન કેમ્પ, મહાપ્રસાદ (બને) ટાઇમ સહિત અનેકવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ-વાલીગણ-પરીવારો તથા સારસ્વત બ્રાહમણ સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને કાર્યક્રમોને આખરી ઓપ આપવા ઉપરોકત સંસ્થાના ટ્રસ્ટીઓ કમરકસી રહ્યા છે.
કાર્યક્રમના પ્રારંભે ૧૦૮ લોટા ઉત્સવનું શાસ્ત્રોકત વિધી બાદ સવારે ૭ થી ૧૧ કલાકે ત્યારબાદ મેગા બ્લડડોનેશન કેમ્પ બપોરે ૧ થી ૬ દરમ્યાન તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ તથા ઇનામ વિતરણ સાંજે ૫ થી ૮ દરમ્યાન યોજવામાં આવેશ ઉપરોકત દિવસભરના કાર્યક્રમો સાથે બને ટાઇમ મહાપ્રસાદનું સુંદર આયોજન ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવેલ છે.
તો ઉપરોકત કાર્યક્રમોના ઉદઘાટન તરીકે લોહાણા સમાજના મહારાજ અને જાણીતા શાસ્ત્રીજી શ્રી જગદીશભાઇ કનૈયાના અધ્યક્ષ સ્થાને ઉપરોકત તમામ કાર્યક્રમ ખુલ્લા કરવામાં આવશે.
તો ઉપરોકત રાંદલ માતાજીના ૧૦૮ લોટા ઉત્સવના દર્શનનો લાભ લેવા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા મહાપ્રસાદનો લાભ લેવા સારસ્વત બ્રાહમણ જ્ઞાતિ સંસ્થાના પ્રમુખશ્રી અલ્પેશભાઇ જોષી , ઉ.પ્રમુખ કોૈશલભાઇ વડીયા તથા મંત્રી નિખીલભાઇ કનેૈયા (શાસ્ત્રીજી) તથા ટ્રષ્ટ્રીઓએ લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. અને સમગ્ર કાર્યક્રમ મોઢવણિક વિદ્યાર્થી ભુવન, રજપુત પરા, સિલ્વર પેલેસ હોટલની સામેની શેરી- રાજકોટ ખાતે યોજવામાં આવશે.
પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પુર્વ ગવર્નર વજુભાઇ વાળા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોધરા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો. દર્ષિતાબેન શાહ, જયેશભાઇ રાદડીયા (જેતપુર) સહિતના ઉપસ્થિત રહેશે.
(4:26 PM IST)










