તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
રાજકોટમાં મહેસુલ પંચ અને મહેસુલ સચિવની કચેરી ચાલુ કરોઃ ગોવિંદભાઇ

રાજકોટ તા. ર૧: રાજકોટમાં મહેસુલ પંચ તેમજ એસ.એસ.આર.ડી.ની બેંચની રાજકોટના સાંસદ શ્રી પરશોતમભાઇ રૂપાલા મારફત પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલે માંગ કરી છે. શ્રી પટેલે માંગણી કરેલ છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને જમીન/મહેસુલને લગતા પ્રશ્નોના વિવાદનું નિરાકરણ કરવા માટે રાજકોટ ખાતે બ્રાંચ કરવી જરૂરી છે. ર૦૦૧ સુધી રાજકોટમાં આ બેંચ કાર્યરત હતી જે ભૂકંપ બાદ મકાન જર્જરિત થતા બંધ થયેલ છે. સૌરાષ્ટ્રના મહેસુલને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ઓખા, દ્વારકા, વેરાવળ, કોડીનાર, ઉના જેવા વિસ્તારના લોકોને અમદાવાદ પહોંચતા ૧૦ કલાક જેવો સમય લાગે છે. જેથી તેમને બે દિવસ જેવો સમયનો બગાડ થાય છે. તેમજ વારંવાર મુદતે હાજર રહેવા સમય, શકિત અને ઇંધણનો ધુમાડો થાય છે. રાજકોટ ખાતે બંને બેંચો કાર્યરત થાય તેમજ રાજકોટ ખાતે જે પ્રકારે નાયબ નિયામક મ્યુનિસિપાલીટી કે જે સૌરાષ્ટ્રભરની નગરપાલિકાનો વહીવટ કરેલ છે. તે જ રીતે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મહેસુલને લગત પ્રશ્નના નિરાકરણ માટે નાયબ સચીવ કક્ષાની એક કચેરી ખોલવામાં આવે તે જરૂરી છે.
(10:44 AM IST)










