તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાવદ – ૮ શુક્રવાર
News of Saturday, 21st December 2024
સોમવારે ધ સુપર આઇડલ મેગા ઇન્ટર સ્કુલ ટેલેન્ટ હન્ટ
શાશ્વત ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે આયોજનઃ હેમુગઢવી હોલ ખાતે ૬ ઝોનની ૧પ સ્કુલના ૬૦૦ વિદ્યાર્થીઓ પરફોર્મ બતાવશેઃ શ્રેષ્ઠ દેખાવ કરનારને ઇનામો જીતવાની તક

રાજકોટ તા.ર૧: ‘‘શાશ્વત ફાઉન્ડેશન રાજકોટ'' દ્વારા સતત આ બીજા વર્ષે એક નવીનતમ અભિગમ ધરાવતો ઇન્ટરસ્કૂલ મેગા ટેલેન્ટ હન્ટ ‘‘ધ સુપર સ્કુલ આઇડલ''ના શિર્ષક હેઠળ તા.ર૩ના સોમવારે રાત્રીના ૮:૩૦ કલાકથી હેમુ ગઢવી ઓડીટોરીયમ રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.
‘અકિલા'ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે આ મેગા ઇન્ટર સ્કુલ ટેલેન્ટ હન્ટની ઇવેન્ટ માં શહેરના ૬ ઝોનની સિલેકટેડ સ્કુલના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ મેગા પરફોર્મન્સ એક મંચ પર પ્રગટ કરશે જેના દ્વારા આ પ્રતિભાખોજ અભિયાન થકી શ્રેષ્ઠ પરફોર્મન્સોને અનેકો ઇનામો દ્વારા સન્માનીત કરી અને આજની પેઢીને એમનું શિક્ષણ જગતના યોગદાનને મુલવવાના પ્રયાસો સ્વરૂપ ‘‘શાશ્વત ગુરૂ દ્રોણાચાર્ય સન્માન-ર૦ર૪'' સન્માનથી ન્યુ એરા વિદ્યા સંકુલના સંસ્થાપક સ્વ.ડી.પી.પટેલ સાહેબને મરણોપાંત આ સન્માન એમના પરિવારને એનાયત કરવામાં આવશે.
તેમજ ભરાડ વિશ્વ વિદ્યાપીઠના સંસ્થાપક અને લાખો વિદ્યાર્થીઓને જેમણે ઉજજવળ કારકિર્દી આપેલ છે તેવા શિક્ષણવિદશ્રી ગીજુભાઇ ભરાડને અને ખુબજ ઉજજવળ શૈક્ષણીક કાર્યોથી અનોખી શિક્ષણ પધ્ધતીના હીમાયતી કેળવણીકારશ્રી ગુલાબભાઇ જાની સંસ્થાપક-સિસ્ટર નિવેદીતા શૈક્ષણીક સંકુલને આ સન્માનથી સન્માનીત કરવામાં આવશે.
શાશ્વત ફાઉન્ડેશનના આ મહાયજ્ઞ સ્વરૂપ અભીયાનમાં વિદ્યાર્થીઓની પ્રતિભાને વધાવવા અને પ્રોત્સાહન આપવા સંસદસભ્ય પુરૂષોતમભાઇ રૂપાલા, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલારા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, સ્ટે.કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન વિક્રમભાઇ પુજારા, પુર્વ મહામંત્રી અને પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, રાજુભાઇ ગોસ્વામી (ડીએસએ), જોલીભાઇ હાલાણી, જીજ્ઞેશભાઇ પટોડીયા-જે.પી.જવેલ્સ તથા વિશાલભાઇ સગપરીયા અને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ, મહામંત્રી અજયભાઇ પટેલ, રાજકોટ પ્રમુખ ડી.વી.મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-રાજકોટના હોદેદારો ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શાશ્વત ફાઉન્ડેશનના પ્રમુખ નિલેશપુરી ગોસ્વામીના રાહબર હેઠળ ઉપપ્રમુખ પરેશ સખીયા, હીમાંશુ કયાડા, મહામંત્રી ગીરીશ ગોહેલ, ખજાનચી ધર્મેશ પાટલીયા, સહમંત્રી ઉદય માંડલીયા, પરેશ ટોપીયા, કો-ઓર્ડીનેટર મહેશ ટોપીયા, પરેશ ટોપીયા, કો-ઓર્ડીનેટર મહેશ ટોપીયા, પરેશ ઢોલરીયા, ધર્મેન્દ્ર પિલોજપરા, નવીન સાંગડીયા, પરમ સખીયા, યશ સાંગડીયા તેમજ શાશ્વત ફાઉન્ડેશન યુથ કલર અને શાશ્વત ફાઉન્ડેશન લેડીઝ કલબના મેમ્બરો જહેમત ઉઠાવી રહયાં છે. તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા શાશ્વત ફાઉન્ડેશનના આગેવાનો નજરે પડે છે.
(3:16 PM IST)










