તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
રૈયા રપ૦ની અબજોની કિંમતની વિવાદી જમીનમાં સિવિલ કોર્ટનાહુકમનામા સામેની અપીલમાં અપીલ કોર્ટનો મનાઇ હુકમ
ખાનગી બતાવી મેળવેલ હુકમનામાવાળી જમીન અંગે હાઇકોર્ટે ૧૪૯ એકર જમીન સરકારી હોવાનો ઠરાવેલ છે : વડોદરાના બિલ્ડર કાંતિ કપચીએ રાજકોટ કોર્ટમાં મેળવેલ હુકમનામા અનુસંધાનેની અપીલમાં અપીલ કોર્ટની લપડાક

રાજકોટ તા. ર૧: રૈયા રે.સ.નં. ૨૫૦ની અબજો રૂપિયાની જમીનના સીવીલ કોર્ટના હુકમનામાં સામેની અપીલમાં અપીલ અદાલતે મનાઈહુકમ ફરમાવ્યો છે.
રાજકોટમાં સમાવિષ્ટ થયેલ મોજે ગામ રૈયાના રે.સ.નં. ૨૫૦ની જમીન એકર ૧૬૮-૩૯ ગુંઠા કે જે નવા રેસકોર્ષની નજીક આવેલ છે. તે જમીન બાબતે સ્વ. કાંતિલાલ અંબાલાલ પટેલ તથા તેના કૌટુંબીક સગા ધનંજય વલ્લભભાઈ પટેલએ, જે તે કિંમતી જમીન બાબતેના સાચા માલિકી હકક છુપાવી, સરકાર તથા મુળ જમીન માલિક એચ.બી.જાડેજાના માલિકી હકકને અસર પહોંચે તે રીતે, સિવીલ કોર્ટને ગેરમાર્ગે દોરી ફકત ૪૯ દિવસમાં હુકમનામું સને-૨૦૦૦ની સાલમાં સ્પે.દી.કેસ.નં. ૩૫૦/૨૦૦૦ની વિગતેના દાવામાં મેળવી લીધેલ હતી.
ઉપરોકત હુકમનામું સરકાર અને જમીન માલિકના હકકો વિરૂધ્ધ ફોડયુલન્ટલી મેળવેલ હોય, જે તે હુકમનામું સેટેસાઈડ કરવા માટે રાજકોટ સિવીલકોર્ટમાં કાયદાના પ્રબંધો મુજબ દાવો દાખલ કરવામાં આવેલ. તે દાવાની વિગતો મુજબ રૈયાના રે.સ.નં.૨૫૦ની જમીન બાબતે સને-૧૯૭૬ થી ૨૦૨૪ સુધીના એગ્રીકલ્ચર લેન્ડ સિલીંગના પ્રોસીડીંગ્સ સબ-જયુડીશ હતા અને જે તે જમીન બાબતે સરકાર તેમજ મુળ જમીન માલિક સ્વ. એચ.બી.જાડેજા અને તેના કુટુંબીજનોના રાખવાપાત્ર ખેતી જમીન બાબતેનું નિર્ણય થવાનો બાકી હોવા છતાં સરકારને તે સ્વ. એચ.બી.જાડેજાને જોડયા વગર સ્વ. કાંતિલાલ અંબાલાલ પટેલએ સ્વ. એચ. બી. જાડેજાના મુખત્યારનામામાં ચેડાયુક્ત કુલમુખત્યારનામાં આધારે તેના કૌટુંબીક સગા ધનંજય વલ્લભભાઈ પટેલએ કુલમુખત્યાર દરજજે કરી આપેલ કરારનો વિશેષ અમલ મેળવવા રાજકોટ કોર્ટમાં સ્પે.દી.કેસ.નં.૩૫૦/ ૨૦૦૦નો દાવો દાખલ કરેલ. જે દાવામાં ધનંજય વલ્લભભાઈ પટેલ તાત્કાલિક હાજર થઈ, વાદી સાથે ગુનાહીત મિલાપીપણામાં કબુલાત સાથે દાવાનું હુકમનામું ફક્ત ૪૯ દિવસમાં કરાવી ગયેલ. જે તે દાવામાં આ બન્ને પક્ષકારોએ કોર્ટ પાસે છુપાવેલ કે, દાવા સમયે પણ સ્વ. એચ.બી.જાડેજાની રાખવાપાત્ર જગ્યા નકકી થયેલ ન હતી અને જે તે જગ્યામાં સરકારનું હિત સમાયેલ છે તે વિગતો સઙ્ઘેસ કરી, ડેવલપમેન્ટ માટેની કાર્યવાહી પુરતા કુલમુખત્યારનામામાં મિલ્કત બાબતેના કાનુની હકકોનો હાથે પેન થી લખી ઉમેરો કરી સિવીલ કોર્ટને ગેરમાર્ગે દોરી હકમનામં મેળવેલ. જે રદ કરવા સ્વ .એચ બી જાડેજા એ રાજકોટ કોર્ટમાં દાવો સને-૨૦૦૨માં કરેલ હતો.
ઉપરોકત ઉલ્લેખેલ હુકમનામું રદ કરવાના દાવામાં સ્વ. એચ.બી.જાડેજા એ જણાવેલ કે, દાવામાં ઉલ્લેખેલ મિલ્કત હિન્દુ જોઈન્ટ ફેમીલીની છે તે સ્ટેટસ નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી નકકી થઈ ગયેલ છે. જે સ્વા કાંતિલાલ પટેલ જાણતા હોવા છતાં અને તેના દાવામાં તે બાબતેનો ઉલ્લેખ કરેલ હોવા છતાં કોર્ટ પાસેથી મેળવેલું હુકમનામું રદ થવાપાત્ર છે. વિશેષમાં તેઓએ જણાવેલ કે એચીકલ્ચર લેન્ડ સિલીંગ એકટની કલમ-૭ મુજબ દાવાવાળી ખેતી જમીન બાબતેના પ્રોસીડીંગ્સ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે અને જમીન માલિક તથા સરકારને રાખવાપાત્ર જમીન બાબતેના કવોન્ટમ નક્કી થવાનું બાકી છે તે પહેલા એ.એલ.સી.ના પ્રોસીડીંગ્સ છુપાવી, સરકારને અને મુળ જમીન માલિકને સાંભળવાની તક આપ્યા વગર સ્વ. કાંતિલાલ પટેલ તથા ધનંજય પટેલ એ ગુનાહીત મિલાપીપણામાં મેળવેલ હુકમનામું ફ્રોડયુલન્ટ હોય રદ થવાપાત્ર છે. આ ઘટનાક્રમના રેકર્ડ ઉપર દસ્તાવેજ હોવા છતાં સિવીલ કોર્ટમાં હુકમનામું સેટેસાઈડ કરવા દાખલ કરેલ સ્પે.દી.કેસ.નં.૫૩/૨૦૦૨માં સિવીલ કોર્ટએ ઠરાવેલ કે, માની લેવામાં આવે કે પક્ષકારો વચ્ચે સ્પે.દી.કેસ.નં.૩૫૦/૨૦૦૦ના કામમાં હુકમનામું મેળવવાનું કોઈ કોઝ ઓફ એકશન ન હતું અને કોલ્યુઝન એટલે કે મિલાપીપણામાં હુકમનામું મેળવેલ છે, પરંતુ તે હુકમનામું ફ્રોડયુલન્ટ નથી તેવું ઠરાવી સ્વ.એચ.બી.જાડેજાએ સ્વ. કાંતિલાલ પટેલ વિગેરે તથા સરકારશ્રીને જોડી કરવામાં આવેલ દાવો સ્પે.દી.કેસ.નં.૫૩/૨૦૦૨ રદ કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દાવામાં સરકાર તરફે રેવન્યુ રેકર્ડ મુકી બતાવવામાં આવેલ કે, દાવાવાળી જગ્યા આજની તારીખે સરકારના નામે છે, તેમ છતાં સિવીલકોર્ટએ તે દસ્તાવેજ વિરૂધ્ધ સદરહું જગ્યાને ખાનગી બતાવી કોર્ટ સાથે ફરેબ કરી હુકમનામું મેળવનારનું હુકમનામું રદ કરવાનું મુનાસિબ માનેલ નહીં. જેથી રાજકોટ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલ હતી.
ઉપર્યુકત અપીલમાં એક પક્ષકાર સિધ્ધી ઈન્ફ્રાસ્ટકચર્સ એન્ડ ડેવલપર્સ નામની પેઢીએ કેવીએટ કરેલ. પરંતુ અપીલ અદાલતએ પ્રથમ મુદતેન બન્ને પક્ષકારોને સાંભળી નીચેની અદાલતમાં ચાલુ હતો તે મનાઈહુકમ અપીલના કામમાં એકસ્ટેન્ડ કરેલ છે - મનાઈહુકમ આપેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે જગ્યાને ખાનગી માલિકીની માની આપવામાં આવેલ હુકમનામું યથાયોગ્ય છે તેવું સિવીલકોર્ટએ તા. ૧૧/૧૧/૨૦૨૪ના રોજ ઠરાવેલ છે તે રૈયા રે.સ.નં. ૨૫૦ની જમીન બાબતે ગુજરાત હાઈકોર્ટએ એલ.પી.એ.નં. ૨૧૧૧/૨૦૦૯ના કામમાં તા. ૧૮/૧૧/૨૦૨૪ના રોજ હુકમ ફરમાવી જે તે જમીનમાં સરકારનું તથા સ્વ. એચ.બી.જાડેજાનું હિત છે. તેવું ઠરાવી અગાઉ સદરહું જમીન બાબતે ટ્રીબ્યુનલ એ ફરમાવેલ હુકમ કાયમ રાખેલ છે.
ઉપરોકત ઉલ્લેખેલ અપીલના કામમાં સ્વ. એચ.બી.જાડેજાના વારસો વતી વિકાસ કે. શેઠ, પ્રકાશ બેડવા, અલ્પા શેઠ, ફાતેમાં ભારમલ વિગેરે વકીલ તરીકે રોકાયેલ છે.
(3:20 PM IST)










