News of Saturday, 21st December 2024
સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાસ્થાન દ્વારા કાલે રાંદલ માતાના ૧૦૮ લોટાનો ઉત્સવ-વિદ્યાર્થી સન્માન
મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ બન્ને ટાઇમ મહાપ્રસાદઃઅનેરો ઉત્સાહ

રાજકોટ તા.ર૧: સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાસ્થાન રાજકોટ રઘુવંશી સમાજ દ્વારા કાલે તા.રરના રવિવારે મોઢ વણીક વિદ્યાર્થી ભવન, રજપુત પરા ખાતે શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટાનો ઉત્સવ, વિદ્યાર્થી સન્માન સમારોહ અને મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાસ્થાનના આગેવાનોએ જણાવ્યું હતું કે કાર્યક્રમના પ્રારંભે ૧૦૮ લોટા ઉત્સવનું શાષાોકત વિધી બાદ સવારે ૭ થી ૧૧ કલાકે ત્યારબાદ મેગા બ્લડ ડોનેશન કેમ્પ બપોરે ૧ થી ૬ દરમ્યાન તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ તથા ઇનામ વિતરણ સાંજે પ થી ૮ દરમ્યાન યોજવામાં આવશે. ઉપરોકત દિવસભરના કાર્યક્રમો સાથે બંને ટાઇમ મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું છે.
કાર્યક્રમોના ઉદઘાટક તરીકે લોહાણા સમાજના મહારાજ અને જાણીતા શાષાીજીશ્રી જગદીશભાઇ કનૈયાના અધ્યક્ષ સ્થાને ઉપરોકત તમામ કાર્યક્રમ ખુલ્લા કરવામાં આવશે. ઉપરોકત રાંદલ માતાજીના ૧૦૮ લોટા ઉત્સવના દર્શનનો લાભ લેવા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા તથા મહાપ્રસાદનો લાભ લેવા સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સંસ્થાના પ્રમુખ અલ્પેશભાઇ જોશી, ઉ.પ્રમુખ કૌશલભાઇ વડીયા તથા મંત્રી નિખીલભાઇ કનૈયા(શાષાીજી) તથા ટ્રસ્ટીઓએ લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમ મોઢવણીક વિદ્યાર્થી ભુવન, રજપુતપરા, સિલ્વરપેલેસ હોટલની સામેની શેરી, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.
પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પુર્વ ગવર્નર વજુભાઇ વાળા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો.દર્ષિતાબેન શાહ, જયેશભાઇ રાદડીયા (જેતપુર) સહિતના ઉપસ્થિત રહેશે.
તસ્વીરમાં ‘અકિલા'ખાતે વિગતો વર્ણવતા નિખીલભાઇ શાષાીજી (મો.૮૮૪૯૭ ૦૩૦૭૬), યોગેન્દ્રભાઇ લહેરૂ, વિરાજભાઇ જોશી, પ્રતિકભાઇ જોશી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:22 PM IST)










