તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
સ્વર સાધના દ્વારા કાલે ‘‘બોલીવુડ કે બેતાજ અનમોલ રત્ન'' શીર્ષક તળે ગીતોનો કાર્યક્રમ

રાજકોટઃ રાજકોટની કોટક સાયન્સ કોલેજના નિવૃત પ્રોફે. એચ.પી.પટેલ દ્વારા સંચાલીત એચ.પી.મ્યુઝીકલ સ્ટુડીયો ‘‘સ્વર સાધના'' દ્વારા પ્રસ્તુત ‘‘બોલીવુડ દુનિયા કે બેતાજ અનમોલ રત્ન'' શિર્ષક તળે કાલે તા.રર રવિવારે સાંજના પઃ૪પ થી રાત્રીના ૯ સીનીયર સીટીઝન પાર્ક, ઇવનીંગ પોસ્ટ, ચૌધરી હાઇસ્કુલની નજીક, જયુબેલી ગાર્ડન જવાના રસ્તે, જીલ્લા બેન્ક ભવનની બાજુમાં આવેલ સ્થળે ‘સંગીત સંધ્યા'નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં બોલીવુડ દુનીયાના શો મેન લીજેન્ડ કલાકાર સ્વ.રાજકપુર તથા આવાજ કી દુનીયાના બેતાજ બાદશાહ કલાકારની ૧૦૦મી જન્મ જયંતી નિમીતે આ સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે. જેમાં સ્વ.રાજકપુરની ફીલ્મોના ગીતોની ઝાંખી તેમજ સ્વ.મહમદ રફીના કંઠે ગવાયેલા સંગીતમય, રામાંટીક, સુમધુર ગીતોનો રસથાળ પીરસવામાં આવશે. ‘સ્વર સાધના' સ્ટુડીયોના ગાયક કલાકારો સર્વશ્રી ફાલ્ગુની પટેલ, જહાનવી દાવડા, શ્રીમતી વંદના વ્યાસ, શ્રીમતી જાગૃતિ દુબલ, ભગવતી જોશી તેમજ ધીરૂભાઇ કનેરીયા, દિપકભાઇ જાની, કમલભાઇ જીવરાજાની, દિલીપસિંહ ડોડીયા, બાળરોગ નિષ્ણાંત ડો.અનીલ ત્રાંબડીયા, એચ.પી.પટેલ તથા મહેમાન કલાકાર નારણભાઇ આહીર દ્વારા ગીતોનો રસથાળ રજુ થશે. આ રસથાળમાં સમાવિષ્ટ ગીતોની રમઝટ માણવા એચ.પી.પટેલે સૌ સંગીતપ્રીય જનતાને પધારવા આમંત્રિત કરેલ છે. વધુ માહીતી માટે મો.૯૪૦૯પ ૭૧૮ર૯ ઉપર સંપર્ક કરી શકાય છે.
(3:24 PM IST)










