<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

યુવાઓથી લઇને વડીલોના સેવાના સારથી ડો. દર્શીતા શાહ

રાજકોટ-૬૯ ના મહિલા ધારાસભ્‍યના કાર્યકાળના બે વર્ષ જન સુવિધા-જનહિત માટે સમર્પિત : ગુજરાત રાષ્‍ટ્રીય સેવક સંઘના પ્રથમ પ્રાંત સંધચાલક સ્‍વ. ડો. પી.વી. દોશીના સુપુત્રીએ રાજકારણ થકી સેવાનો વારસો આગળ ધપાવ્‍યો : સ્‍વાસ્‍થ્‍ય, શિક્ષણ, રોજગાર, મહિલા સશકિતકરણ, પર્યાવરણ સહિતના મુદ્દે સરકારમાં અનેક સફળ રજુઆતો કરી

રાજકોટ, તા. ર૧ : રાજયની  ૧૫ મી વિધાનસભા ના રાજકોટ-૬૯ ના ધારાસભ્‍ય તરીકે ડૉ દર્શિતા શાહને ૨ વર્ષ પુર્ણ થયેલ છે. તેઓની આગવી કાર્યશૈલી સતત લોકો વચ્‍ચે રહેવું જે ડો.દર્શિતા શાહનો અભિગમ રહ્યો છે. સાચી રજૂઆત લઈને આવેલ કોઈપણ વ્‍યક્‍તિ મારા કાર્યાલયથી નિરાશ થઈને ન જવો જોઈએ તેવા અભિગમ સાથે લોકોના નાનામાં નાના પ્રશ્‍નો ઉકેલવા તેઓ સતત પ્રયત્‍નશીલ રહે છે.તેઓ મહિલાઓ,દીવ્‍યાંગો અને પર્યાવરણલક્ષી પ્રશ્‍નો અંગે ચિંતીત હોય છે.લોકોને સીધી સ્‍પર્શતી રજૂઆત જરૂર જણાયે સરકારશ્રીમાં પણ કરે છે.આ રજુઆતમાં તેઓને મહદ અંશે સફળતા પ્રાપ્ત થયેલ છે.જેથી જ તેઓ બહોળી લોક ચાહના અને લોક લાગણી ધરાવે છે.                 

ગુજરાતના રાષ્‍ટ્રીય સેવક સંઘના પ્રથમ પ્રાંત સંઘચાલક ડો.પી.વી.દોશીના તેઓ દીકરી છે.રાષ્‍ટ્ર સેવિકા સમિતિના સભ્‍ય છે.તેઓ ૨ ટમ પૂર્વ ડેપ્‍યુટી મેયર રહેલ તેમજ પૂર્વ શહેર સંગઠન મંત્રી,પ્રદેશ ડીબેટ ટીમ સભ્‍ય,પ્રદેશ મહિલા મોરચા સભ્‍ય,તથા પૂર્વ સ્‍ટેન્‍ડિંગ કમિટી સભ્‍ય રહી ચુકયા છે.બ્‍હેરા મૂંગા શાળા,જૈન સોશિયલ ગ્રુપ, IMA જેવી અનેકવિધ સંસ્‍થામાં સક્રિય હોદેદાર છે.તેઓ સૌરાષ્‍ટ્ર યુનીવર્સીટીના સેનેટ સભ્‍ય છે.વિધાનસભામાં ગ્રંથાલય અને હાજરી સમિતિના સભ્‍ય છે.આરોગ્‍ય વિભાગ ગાંધીનગર ખાતે CEA ની સમિતિમાં,NMO અને શહેરી એકતા સમિતિમાં સભ્‍ય છે.રોગી કલ્‍યાણ સમિતિ અને જેલ સલાહકાર સમિતિના સભ્‍ય છે.

ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ ૧,૦૬,૦૦૦ લીડ થી ભવ્‍ય જીત તેમની વિધાનસભા ૨૦૨૨ની ચુંટણીમાં મેળવેલ,જે ગુજરાતમાં પાંચમાં સ્‍થાને સૌરાષ્‍ટ્રમાં તથા મહિલા ધારાસભ્‍ય તરીકે પ્રથમ સ્‍થાને છે.તથા લોકસભાના ઈલેક્‍શનમાં વિધાનસભા-૬૯ દસમાં ક્રમે રહેલ. નેશનલ ધારાસભ્‍ય કોન્‍ફરન્‍સ મુંબઈ તેમજ દિલ્‍હી મહિલા ધારાસભ્‍ય કોન્‍ફરન્‍સ માં સક્રિયતા થી ભાગ લીધેલ વિધાનસભાના સત્ર દરમિયાન લોકોના પ્રશ્‍ન સંદર્ભ તેમજ રજુ થતા બીલ સંદર્ભ સક્રિય રજૂઆત કરેલ છે.

ડૉ. દર્શિતા શાહ બહેરા-મુંગા શાળા ના બાળકો સાથે પોતાના જન્‍મદિનની ઉજવણી,મનોદિવ્‍યાંગ બાળકો, અનાથ બાળકો તથા વળધ્‍ધાશ્રમમાં મીઠાઈ, ભોજન, તથા ફ્રૂટ્‍સ વિતરણથી કરી સાદગીનું  પ્રતિબિંબ આપેલ છે.તહેવારોની રજામાં ફરજ બજાવતા કર્મચારીઓ,ફાયરબ્રિગેડ ૧૦૮, સફાઈ કામદારો, વિગેરે ને રૂબરૂ મળી બિરદાવી અને મીઠા મોઢા કરાવી વિનમ્રતા દાખવેલ છે.ડો.દર્શિતા શાહએ પોતાના જન્‍મદિવસ અંતર્ગત રક્‍તદાન કેમ્‍પ,તેમજ સુકન્‍યા સમળદ્ધિ અંતર્ગત પોસ્‍ટ ઓફિસમાં પ્રથમ પ્રીમીયમ પોતે ભરી ખાતું ખોલાવી આપેલ.જુદી જુદી સંસ્‍થાઓ,સરકારશ્રીના તથા અન્‍ય જુદા જુદા ૩,૦૦૦થી વધારે કાર્યક્રમો માં ગત ૨વર્ષમાં હાજરી આપેલ.

ભારતીય જનતા પાર્ટીના સદસ્‍યતા અભિયાનમાં વિધાનસભા-૬૯ ગુજરાતમાં ત્રીજા ક્રમે રહેલ.વિધાનસભા-૬૯ ના ૨૦૨૪ના તોહમિલન સમારોહમાં ૧૮૦૦થી વધુ લોકો તથા કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા.ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ સાથે ટીફીન બેઠકો કરેલ. રાજસ્‍થાન ચુંટણી સંદર્ભે ૨૦ દિવસ સતત રાજસ્‍થાન રહી ચુંટણીમાં પ્રચાર પસાર કરેલ.બીપોરજોય વાવાઝોડુ ની પરીસ્‍થિતિ માં અસરગ્રસ્‍ત વિસ્‍તારો માં ફરસાણ અને જરૂરી ચીજવસ્‍તુઓનુ વિતરણ કરેલ તેમજ રાત-દિવસ સતત લોકો વચ્‍ચે કામગીરી કરેલ. ભારતીય જનતા પાર્ટીના બોટાદ ખાતે પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપેલ.ચોમાસા ઋતુ દરમિયાન ભારે વરસાદને પરિણામે વિસ્‍તારમાં પાણી ભરવાના પ્રશ્‍નો,વળક્ષો પડવાના પ્રશ્‍નો વગેરે નાની મોટી ફરિયાદોનું નિરાકરણ સ્‍થળ ઉપર કરેલ તેમજ જરૂરિયાતમંદ સ્‍થળાંતર થયેલ પરિવારો માટે ભોજનની વ્‍યવસ્‍થા કરાવેલ.તથા સતત વિસ્‍તારોમાં કાર્યરત રહેલ.

વિવિધ યોજનાઓના કેમ્‍પ

સરકારની જુદી-જુદી યોજનાનોઓ નો લાભ વધુ ને વધુ શહેરીજનો લાભ લઈ શકે તે ધ્‍યાને લઈ એઈમ્‍સ હોસ્‍પિટલના સહયોગથી નિઃશુલ્‍ક મેગા સર્વરોગ ની નિદાનકેમ્‍પ (દવા સાથે) નું આયોજન કરેલ જેમાં છાતી, ફેફસાના નિષ્‍ણાંત હાડકાના,સ્ત્રીરોગના, નાક, કાન, ગળાના, આંખના, જનરલ સર્જરી, જનરલ મેડીસીન, ચર્મરોગ, બાળરોગ, નિષ્‍ણાંત ડોકટરો એ સેવા આપેલ તેમજ ૧૨૦૦ થી વધુ લાભાર્થીઓ એ આ કેમ્‍પ નો લાભ લીધેલ.

નરેન્‍દ્રભાઈ મોદી ના જન્‍મદીવસની ઉજવણી અંતર્ગત આયુષ્‍યમાન ભારત કાર્ડ કેમ્‍પ તેમજ સરકારશ્રી ની જુદી-જુદી યોજનાઓ જેમ કે મહિલા સન્‍માન બચત યોજના, સુકન્‍યા સમળધ્‍ધી યોજના, અટલ પેન્‍શન યોજના, શ્રમિક સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, વીમા સુરક્ષા યોજના, PM સ્‍વનિધિ યોજના, વિશ્વકર્મા યોજના, જેવી યોજનાઓનો કેમ્‍પ નું પણ આયોજન કરેલ.

મદદનીશ નિયામક રોજગાર કચેરીના સહયોગ થી યુવાનો ને રોજગારી મળે તેવા આશય થી રોજગાર ભરતી મેળા નું આયોજન કરવામાં આવેલ. જેમાં  ૮૦૦ ઉપરાંત યુવાનોને રોજગારી નો  લાભ મળેલ.

રેશનકાર્ડમાં e-KYC સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જીલ્લા વહીવટી તંત્ર સાથે રહી કેમ્‍પ કરેલ ૭૦૦થી વધુ લાભાર્થીઓએ તેનો લાભ લીધેલ તથા જનસેવા કાર્યાલય ખાતે દરરોજ e-KYC ની કામગીરી શરુ કરાવેલ છે.

પ્રધાનમંત્રીશ્રીના વીમા સખી યોજના અંતર્ગત મહિલાઓ માટે માર્ગદર્શન કેમ્‍પનું આયોજન  કરેલ છે,જેથી બહોળી સંખ્‍યામાં બહેનોને રોજગાર આપી આત્‍મનિર્ભર બનાવી શકાય.

જન સંપર્ક કાર્યાલયથી જનસેવા

ધારાસભ્‍ય ડૉ.દર્શિતા શાહ દ્રારા જરૂરીયાત મંદ લાભાર્થીઓ માટે પોતાના જન સંપર્ક કાર્યાલય ખાતે આયુષ્‍યમાન કાર્ડ દરરોજ કાઢી આપવામાં આવે છે જેનો બહોળી સંખ્‍યામાં લાભાર્થી ઓ લાભ લે છે.

વિધાનસભા-૬૯ માં  મુખ્‍યમંત્રી રાહતફંડ માંથી ૨ કરોડથી વધુ સહાય પત્રો આપેલછે.તેમજ મંજુર થયેલ તથા પ્રક્રિયામાં છે. ૩૦ હજાર થી વધુ જુદા જુદા વોર્ડના શહેરીજનો તથા કાર્યકર્તાઓએ બે વર્ષમાં જનસેવા કાર્યાલય નો સંપર્ક કરેલ છે.

સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ લોકો સુધી પહોચે અને મહતમ ઉપયોગ કરે તે ધ્‍યાને લઇ જનસેવા કાર્યાલય ખાતે જુદા જુદા સેમીનારો રાખેલ છે અને લોકોને માહિતગાર કરેલ.જેનો બહોળી સંખ્‍યામાં લોકોએ લાભ લીધેલ છે.

ધારાસભ્‍ય એ તેમનું જનસંપર્ક કાર્યાલય ૨૪ કલાક માટે કાર્યરત કરેલ છે તેમજ શહેરીજનો માટે આવકના દાખલા ઓળખાણના દાખલા,રેલ્‍વે સ્‍ત્‍ભ્‍ કોટાપત્ર તથા ભલામણ પત્ર કાર્યાલય ખાતેથી આપવામાં આવે છે.

વિવિધ રજુઆતો દ્વારા સુવિધા

ડો. દર્શીતા શાહ દ્વારા રાષ્‍ટ્રીય અન્નસલામતી કાયદા હેઠળ લાભાર્થીઓને સમાવવા સરકારશ્રી માં રજુઆત કરી ફોર્મ ની મુદત લંબાવવા તથા  ગુજરાત હાઉસિંગ બોર્ડ ધારકોની રજુઆત લઈ પેનલ્‍ટી માફી ની સફળ રજુઆત કરેલ.

લોકોના પ્રશ્‍નો સંદર્ભે વોટસન મ્‍યુઝીયમ,જુદા-જુદા ગાર્ડનો, જિલ્લા કલેકટર કચેરી, પોલીસના લોકદરબારમાં,મામલતદાર કચેરી, ઇન્‍દોર સ્‍ટેડીયમ, સીટી સિવીક સેન્‍ટર, ન્‍યારી ડેમ સાઈડ,અટલ સરોવર,અન્ન પુરવઠા વિભાગ ની દુકાનો તેમજ ગોડાઉન,PGVCન્‍ની કચેરીઓ વિગેરે સ્‍થળો ની મુલાકાત લઈ જુદા-જુદા પ્રશ્‍નો સંદર્ભ સંબંધિત અધિકારી સાથે મીટીંગ કરીને નાના મોટા પ્રશ્‍નોનું નિરાકરણ કરેલ.

મતદાતા ને તકલીફ  ન પડે તે માટે વિધાનસભા-૬૯ ના શક્‍તિકેન્‍દ્રના સરળીકરણની કાર્યવાહી કરેલ.

અયોધ્‍યામાં રામ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ અંતર્ગત ગુજરાત સરકારમાં કચેરીઓમાં અડધા દિવસની રજા રાખવા સફળ રજુઆત કરેલ છે.

ગુજરાત કોમન એડમીશન સર્વિસ રજીસ્‍ટ્રેશન પોર્ટલ સંદર્ભ સફળ રજૂઆત કરી પોર્ટલ પુનઃશરુ કરાવેલ.

વિધાનસભા-૬૯માં આવતા જુદા જુદા વોર્ડના અશાંતધારા સંદર્ભની રજૂઆતો કરેલ અને કડક અમલીકરણ પણ કરાવેલ.

ધ કેરેલા સ્‍ટોરી તથા ધ સાબરમતી રીપોર્ટ ફિલ્‍મને કરમુક્‍ત કરવા સફળ રજૂઆત કરેલ.

વિવિધ ધાર્મિક દેવસ્‍થાનોને ટેક્ષમુક્‍ત કરવા સફળ રજૂઆત અને તેમના વિકાસ માટે યોગ્‍ય સહાય મંજુર કરાવેલ.

યુવા પેઢીને નશામુક્‍ત કરવા વિવિધ વિસ્‍તારોમાં દારુ-ડ્રગ્‍સનું વહેચણ અટકાવેલ તેમજ જનજાગળતિના કાર્યક્રમમાં સહયોગ આપેલ. રાજકોટના હેરીટેજ સમા જામટાવરને નવીનીકરણની સફળ રજૂઆત કરેલ.

વોટસન મ્‍યુઝીયમના નવીનીકરણની સફળ રજૂઆત.

વિવિધ લાઈબ્રેરીમાં પુસ્‍તકદાન આપી યોગદાન આપેલ.

જરૂરીયાતમંદોને વષાદાન તેમજ રાશન કીટનું વિતરણ કરેલ.

ખેલકુદને પ્રોત્‍સાહન આપવા રાજકોટ સ્‍પોર્ટ્‍સ સેન્‍ટરના પ્રશ્‍નોનું નિરાકરણ કરેલ અને સુવિધામાં વધારો કરવા સતત પ્રયત્‍ન કરેલ.તેમજ સહાય આપેલ.

કલા અને સંસ્‍કળતિને પ્રોત્‍સાહન આપનાર કાર્યક્રમો માટે અનુદાનની સફળ ભલામણ કરેલ.આ ૨ વર્ષ માં તમામ લોકોનો ખુબજ સાથ અને સહકાર મળેલછે નાના માં નાના લોકોના પ્રશ્‍નો ઉકેલવા સતત પ્રયત્‍ન કરેલ છે તેમજ આતંકે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાહેબ,કેન્‍દ્રીય ગળહ રાજ્‍ય મંત્રી શ્રી અમિતભાઈ શાહ , ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડડા, ગુજરાત રાજ્‍ય ના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ગુજરાત ભાજપ અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી રત્‍નાકરજી, પ્રદેશના હોદેદારશ્રીઓ,સંગઠનના હોદેદારશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, રાજકોટ શહેર ભાજપ સંગઠન ના તમામ હોદેદારશ્રીઓ,સમાજના શ્રેષ્ઠીશ્રીઓ તમામ શ્રેણીના કાર્યકર્તાશ્રીઓ, સંસદ સભ્‍યશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ,તમામ વિભાગોના અધિકારીશ્રીઓ,તથા  કર્મચારીઓ તથા તમામ ઇલેક્‍ટ્રોનિક પ્રિન્‍ટ મીડિયાના  લોકો તેમજ તમામ શહેરીજનોનો આભાર માની ભવિષ્‍યમાં પણ રાજકોટ શહેરના વિકાસમાં સર્વેના સહયોગથી ઉતરોતર વિકાસશીલ કાર્ય કરવા, વિકસિત ગુજરાતના વિકસિત ભારતના સંકલ્‍પને પરીપૂર્ણ કરવા પ્રતિબધ્‍ધતા વ્‍યકત કરી હતી. (૯.૧૬)

આરોગ્‍ય અને શિક્ષણ

સંગીત નળત્‍ય અને મહાવિધાલય ના અટકેલ પરીણામ બાબત સફળ રજુઆત કરેલ.

સિવિલ હોસ્‍પિટલ, આંગણવાડી, પદ્મકુંવરબા હોસ્‍પિટલ, એઈમ્‍સ તેમજ આરોગ્‍ય કેન્‍દ્ર, સાયન્‍સ સેન્‍ટર,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાઓની રેગ્‍યુલર મુલાકાત લઈને તેના જુદા-જુદા પ્રશ્‍નો સંદર્ભ નિરાકરણ કરવા સતત પ્રયાસ કરેલ છે.

વિધાનસભા-૬૯ વિસ્‍તારમાં કુપોષણ મુક્‍ત અભિયાન અંતર્ગત બાળકો ને દતક લીધેલ છે.

ડાયાલીસીસ ના ચાર્જીસ સંદર્ભ આરોગ્‍ય મંત્રી સાથે ભ્‍પ્‍થ્‍ખ્‍ળ્‍મા સફળ નિરાકરણ લાવેલ.

યોગને પ્રોત્‍સાહન આપવા માટે જુદા જુદા વિસ્‍તારમાં ગુજરાત યોગ બોર્ડના માધ્‍યમથી કાર્યક્રમો,કેમ્‍પ,ક્‍લાસ શરુ કરાવેલ તેમજ યોગ સેન્‍ટર શરુ કરાવેલ.

પદ્મકુંવરબા હોસ્‍પિટલમાં નવીનીકરણ મંજુર કરાવેલ.

સિવિલ હોસ્‍પીટલમાં MRI તેમજ CT Scan વિભાગ શરૂ કરવા

બ્‍લડ બેંકમાં જરૂરિયાત સાધનો તથો બર્ન્‍સ તેમજ પોસ્‍ટ મોર્ટમ રૂમના વિભાગ અંગે સફળ રજૂઆત અને નિરાકરણ કરેલ.

વિકાસના કામો

વિધાનસભા-૬૯ ના જુદા-જુદા વોર્ડ માં લોકો ની સુવિધા માં સતત વધારો થાય તે ધ્‍યાને લઈ પેવીંગ બ્‍લોક ના કામો, બાક્‍ડાની ફાળવણી, નવા લાઈટ માટેના પોલ નાખવા, રોડ રસ્‍તા નવા બનાવવા, ફુટપાથ ના કામો કરવા, કુલર,વોટરપ્‍યુરીફાયર,શૈક્ષણિક સાધનો રમતગમતના સાધનો તેમજ કોમ્‍પ્‍યુટર સીસ્‍ટમ અપાવવા  ગાર્ડન લગત,જળસંરક્ષણ લગત,ટ્રાફિક અન ટ્રાન્‍સપોર્ટ લગત,શિક્ષણ તથા આરોગ્‍ય લગત,જેવી અનેક વિવિધ કામગીરી માટે ધારાસભ્‍યશ્રી ની ગ્રાંન્‍ટ ફાળવેલ છે.વિધાનસભા-૬૯ વિસ્‍તારમાં ૮૦૦ કરોડથી વધુના અનેકવિધ વિકાસના કામો થયેલ છે.

ટ્રાફિક અને ટ્રાન્‍સપોર્ટેશન

રાજકોટ દાહોદ રાત્રી બસની સ્‍લીપિંગ કોચની સુવિધા મંજુર કરાવેલ.

રાજકોટ અમદાવાદ ફ્‌લાઈટ શરૂ કરવા સફળ રજુઆત કરેલ.

રાજકોટ થી હીરાસર એરપોર્ટ પહોચવા મુસાફરો ને હાલાકી ન રહે  તે ધ્‍યાને લઈ AC બસ ચાલુ કરાવેલ.

રાજકોટ શહેરની ટ્રાફિકની સમસ્‍યા ધ્‍યાને લઇ મોટા સર્કલોને નાના કરવા સફળ રજૂઆત કરેલ.ટ્રાફિક સમસ્‍યા મહદઅંશે હળવી બનેલ છે.

ઓધોગિક તાલીમ સંસ્‍થા ડીસેબલ તથા મહિલા ઓધોગિક સંસ્‍થાની બહેનો માટે સીટી બસ ચાલુ કરાવેલ.

એઈમ્‍સ હોસ્‍પિટલ પાસે  બસ સ્‍પોટ મંજુર કરાવેલ છે.

રાજકોટ-અમદાવાદ વંદે ભારત ટ્રેન શરુ કરવા સફળ રજૂઆત કરેલ તેમજ રાજકોટ માટે વિવિધ નવા રૂટની ટ્રેન શરુ કરવા રજૂઆત કરેલ તેમજ રેલ્‍વે વિભાગ લગતી લોકોની સમસ્‍યા માટે અધિકારી સાથે મીટીંગ કરી પ્રશ્‍નોનું નિરાકરણ કરેલ છે.

આમ્રપાલી  અંડરબ્રીજ પર વોક-વે ના પ્રશ્‍નોનું નિરાકરણ કરેલ.

સ્‍વચ્‍છતા ,પર્યાવરણ, જીવદયા

જીવિત પશુઓની નિકાસ બંધ કરવા સફળ રજુઆત કરેલ.

એક પેડ માં કે નામ વળક્ષારોપણ કરવા શહેરીજનો ને આહવાહન કરેલ અને મોટી સંખ્‍યામાં જુદા જુદા વોર્ડમાં વળક્ષારોપણ કરાવેલ.

ગ્રીનસીટી બનાવવાના ઉદેશથી વિધાનસભા-૬૯માં જુદા જુદા વોર્ડમાં રોપા વિતરણ,તથા ચકલીના માળા તેમજ પાણીના કુંડા વિતરણ કરેલ.

જળ સંચય,જળ સંગ્રહ લગત સફળ રજૂઆત કરીને પાણી બચાવો અભિયાનને વેગવંતુ બનાવીને વિસ્‍તારમાં સામાજિક સંસ્‍થાના સહયોગથી ચેકડેમ બનાવેલ.

પાંજરાપોળ અને ગૌશાળા માં નિયમિત અનુદાન આપેલ.

બકરી ઈદ ના દિવસે જુદી જુદી સંસ્‍થાઓના સહયોગ થી પશુ જીવ બચાવેલ.

પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા સફળ રજૂઆત કરેલ.

મળત પશુઓના દફન માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા જરૂરી માર્ગદર્શન આપેલ.

વોંકળાની સફાઈ તથા સ્‍વચ્‍છતા અનુલક્ષી માટે રિટેઇનિંગ વોલ,પતરા તેમજ પાકા કરવાની સહાય આપેલ.

પાંજરાપોળ ગૌશાળા સબસીડી રૂ.૩૦ ને બદલે રૂ.૫૦ કરવા બાબત  સફળ રજૂઆત.

પશુ એમ્‍બ્‍યુલન્‍સ બાબતે રજૂઆત કરેલ.

(3:24 PM IST)