News of Saturday, 21st December 2024
બર્ફીલો ફુંકાતો પવનઃ ગિરનાર પ, નલીયા પ.૮ રાજકોટમાં ૯.૪ ડીગ્રી
તડકો પણ ટાઢો પડતા આખો દિવસ ઠંડીનો માહોલઃ લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતર્યો

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બર્ફીલો પવન ફુંકાતા કડકડતી ઠંડીએ જમાવટ કરી છે આજે ગીરનારમાં પ ડીગ્રી, નલીયા પ.૮, રાજકોટમાં ૯.૪, ભાવનગર-જામનગરમાં ૧૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ગિરનાર પર ફરી આજે કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા તાપમાન ઘટીને ૫ ડિગ્રી નોંધાયું હતું.
જુનાગઢમાં ગઈકાલે સવારે લઘુત્તમ તાપમાન ૧૬.૨ ડિગ્રી નોંધાયા બાદ રાત્રિનું તાપમાન ઘટીને ૧૨.૬ ડિગ્રી થઈ ગયું હતું. અને આજે સવારે લઘુતમ તાપમાન નો પારો ૬.૨ ડિગ્રી નીચે ઉતરીને ૧૦ ડિગ્રીએ સ્થિર થતા સમગ્ર જુનાગઢ અને સોરઠ વિસ્તારમાં કડકડતી ઠંડી અનુભવાય હતી.જૂનાગઢના ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી રહેતા સમગ્ર ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં કાશ્મીરી વાતાવરણ છવાઈ ગયું હતું. જ્યારે ભવનાથ તળેટીમાં ૭ ડિગ્રી ઠંડી રહેતા ગિરનારનું યાત્રાએ આવેલા ટુરિસ્ટો સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
સવારે ઠંડી વધવાની સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને ૭૫ ટકાથઈ જતા ઠંડી વધુ કાતિલ બની હતી. સવારથી ૭.૬ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા.
હજુ આગામી દિવસોમાં પણ કાતિલ ઠંડીનું મોજુ યથાવત રહેવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર :
ભાવનગર શહેરમાં આજે શનિવારે લઘુતમ તાપમાન ૧૪.૦ ડીગ્રી નોંધાયું હતું. જ .સવારેવાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. લઘુતમ તાપમાન એક ડિગ્રી ઘટતા અને પવનની ઝડપ વધતા ઠંડીની તીવ્રતા વધી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪, મહત્તમ તાપમાન ર૪, ભેજનું પ્રમાણ પ૩ ટકા, પવનની ગતિ ૮.પ, કિ. મી. રહી હતી.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત પ.પ ડીગ્રી
અમદાવાદ ૧૪.૪ ડીગ્રી
અમરેલી ૧૧.૦ ડીગ્રી
બરોડા ૧પ.૦ ડીગ્રી
ભાવનગર ૧૪.૦ ડીગ્રી
ભુજ ૧૧.૩ ડીગ્રી
દમણ ૧પ.૬ ડીગ્રી
ડીસા ૧૩.૭ ડીગ્રી
દીવ ૧૪.૮ ડીગ્રી
દ્વારકા ૧પ.૦ ડીગ્રી
ગાંધીનગર ૧૪.૪ ડીગ્રી
જામનગર ૧૪.૦ ડીગ્રી
કંડલા ૧૪.૦ ડીગ્રી
નલિયા પ.૮ ડીગ્રી
અોખા ૧૮.૪ ડીગ્રી
પોરબંદર ૧૦.પ ડીગ્રી
રાજકોટ ૯.૪ ડીગ્રી
સુરત ૧૬.૪ ડીગ્રી
વેરાવળ ૧૪.૭ ડીગ્રી
(3:26 PM IST)










