News of Saturday, 21st December 2024
ત્રિ-દિવસીય ‘‘ કોમર્સ બઝ ર૦ર૪-રપ'' ઇવેન્ટનો રાજકોટમાં શુભારંભ
એમ.જે. કુંડલીયા કોલેજ, ગાર્ડી વિદ્યાપીઠ જીનિયસ ગ્રુપ અને અર્જુન રાણા સ્પોર્ટસ ફાઉન્ડેશન દ્વારા આયોજીત

રાજકોટઃ એમ.જે. કુંડલીયા કોલેજ, ગાર્ડી વિદ્યાપીઠ અને અર્જુન રાણા સ્પોર્ટસ ફાઉન્ડેશન તથા જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ સંયુકત ઉપક્રમે ‘‘ કોમર્સ બઝ'' -યંગ માઇન્ડસ બિગ આઇડિયા થીમ સાથે ત્રણ- દિવસીય ઇવેન્ટનું આયોજન ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ આયોજન વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. ઇવેન્ટનો શુભારંભ ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, એચ.વી.મહેતા ઇન્સ્ટીટયુશન ઓફ નર્સીગના પ્રિન્સિપાલ ડો. આશિષ ગૌતમની ઉપસ્થિતીમાં બલુન રિલિઝીંગ અને રિબિન કટીંગ કરવામાં આવ્યો હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
બઝ બ્રોડકાસ્ટ, વોકલ ટુ લોકલ પોર્ટેટ મેકિંગ અને બ્રાન્ડ કોર્પ કોમ્પિટીશન, માોડેલ ઓફ યુનાઇટેડ નેશનલ, મોડેલ ઓફ યન્ગ પાર્લામેન્ટ, કિવઝ જેવા કાર્યક્રમોમાં ૧૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ માટે લાભન્વિત થશે.
(3:26 PM IST)










