<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રાજકોટ બાર એસો.ની રસાકસીભરી ચુંટણીમાં સમરસ પેનલમાં સેક્રેટરી-જોઇન્‍ટ સેક્રેટરીની જગ્‍યામાં ગાબડુ પડયું

રાજકોટ બાર એસો.ની રસાકસી ભરી ચુંટણીમાં મહત્‍વની ગણાતી સેક્રેટરીની જગ્‍યા ઉપર કાર્યદક્ષ પેનલના સંદિપ વેકરીયા ચુંટાઇ આવ્‍યા હતાં. તો જોઇન્‍ટ સેક્રેટરીની જગ્‍યા ઉપર જીતેન્‍દ્ર પારેખ પણ કાર્યદક્ષ પેનલમાં ચુંટાઇ આવતાં સમરસ પેનલના સંપુર્ણ વિજય રથને આ બંને વકીલોએ અટકાવતાં ભાજપ લીગલ સેલ, અને કાર્યદક્ષ પેનલના ટેકેદારો, ઉમેદવારો વકીલોમાં ખુશીનું મોજું ફરી વળ્‍યું છે અને આ બંને ઉમેદવારોને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

(3:29 PM IST)