News of Saturday, 21st December 2024
પીએચ.ડી. માં પ્રવેશ પ્રશ્ને કોંગ્રેસનો કુલપતિ ઓફીસમાં હલ્લાબોલ
કુલપતિને સલાહકારો બદલવા કોંગ્રેસનું સૂચનઃ બાકી તમારૂ નાવ ડૂબશેના આક્ષેપો ભારે સુત્રોચાર : તાળાબંધી

રાજકોટઃ તા. ૨૧: વિવાદોનો મધપૂડો કહી શકાય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયામા પણ કઈકને કઈક વિવાદો વકર્યા કરે છે તેમ આ વર્ષે પણ પીએચડીની ૮૦ % સીટો ખાલી રહેતા બે દિવસ પહેલા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુત અને તેની ટીમે કુલપતિને રજૂઆત કરીને નિર્ણય બદલાવવા ઉચ્ચારી હતી અને અલ્ટીમેટમ આપ્યુ હતુ જેને લઇને આજે કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરોએ કુલપતિની ઓફિસનો ઘેરાવ કરીને હલ્લાબોલ કર્યો હતો અને તાળાબંધી કરી હતી.કોંગ્રેસની સ્પષ્ટ માંગ હતી કે તમે પીએચ.ડી.ના પ્રવેશમા યુજીસીના નિયમોની ે પ્રક્રિયા જટિલ બનાવી હતી અને બાદમા સીટો ખાલી રહી તો કેમ મનઘડત નિર્ણયો લ્યો છો ! વિદ્યાર્થી કાર્યકરોની સ્પષ્ટ માંગ છે કે જે વિદ્યાર્થીઓએ ભૂતકાળમા સૌ.યુની.ની જ પીએચડી પ્રવેશ પ્રક્રિયા પાસ કરી છે તેઓને જે તે સમયે ગાઈડોના અભાવે પ્રવેશ નોહતો મળ્યો તો એમને પણ ખાલી રહેલ સીટોમા રજીસ્ટ્રેશન કરી તક આપવી જોઈએ. પરંતુ કુલસચિવે ખાલી સીટોમા માત્ર જીસેટ અને જી.આર. પાસ ઉમેદવારોને જ રજિસ્ટ્રેશન માટેના નિયમો બનાવતાં વિદ્યાર્થીઓમા રોષ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક એજ પીએચ.ડી.માં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા લીધી નથી અને NET પાસ ફરજીયાતનો નિર્ણય પણ માત્ર અહીંયા રાખતા ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનીના વિદ્યાર્થીઓને પીએચડીમા પ્રવેશના સપના રોળાયા હતા.
રોહિતસિંહ રાજપૂતે કહ્યું હતુ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધિસોએ એક વખત નિર્ણય કર્યા બાદ કેમ પોતાના જ નિર્ણયને બદલવો પડે ? અમારી સ્પષ્ટ માંગ છે કે જો નિયમ ઘડો તો તેનુ અમલીકરણ કરવા છેલ્લે સુધી સુનિヘતિ રહો અન્યથા જો તે નિર્ણયમા ઇન્ચાર્જ કરવા ઈચ્છો છો તો તમારૂં હિત નહી વિદ્યાર્થીઓનુ હિત ઇચ્છીને જ ફેરફાર કરો.
આજના વિરોધ પ્રદર્શનમા કોંગ્રેસ ના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપુત,જીત સોની,યશ ભીંડોરા, પ્રશીલ રાજદેવ,રાજ પટેલ,પ્રદ્યુમન બારડ,સુનિલ સોરઠિયા, મોહીદ સેતા,હેત પટેલ સહિત જોડાયા હતા.
(3:36 PM IST)










