તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
ઘંટેશ્વરમાં કુતરૂ મૃત નવજાત બાળકને મોઢામાં લઇને દોડયું: ખેડુત યુવાને પથ્થર મારી છોડાવ્યું
ખેતર પાસે અજાણી વ્યક્તિ આશરે છ માસનું ભ્રુણ ફેંકી ગયું: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૧: જામનગર રોડ પર ઘંટેશ્વર ગામમાં કોઇએ નવજાત અલ્પ વિકસીત બાળકને ત્યજી દેતાં કૂતરૂ મોઢામાં લઇને ભાગતું હોઇ ખેડૂત યુવાન જોઇ જતાં તેણે પથ્થરમારો કરી બાળકના મોઢામાંથી મૃત નવજાત બાળકને છોડાવ્યું હતું અને પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ ઘંટેશ્વર ગામમાં રહેતાં ખેડુત મયુરભાઇ રાવતભાઇ હુંબલ (ઉ.વ.૩૧) સાંજે પાંચેક વાગ્યે ગામમાં જામનગર રોડ પર સીએનજી પંપ પાસે આવેલી પોતાની વાડીએ હતાં ત્યારે એક કુતરૂ મોઢામાં નવજાત બાળકને લઇને ખેતર પાસેથી પસાર થતાં તેણે દોટ મુકી હતી અને પથ્થરના ઘા કરતાં કુતરૂ નવજાત બાળકને મુકી ભાગી ગયું હતું. તપાસ કરતાં આ નવજાત શીશુનું ભ્રુણ આશરે છ સાત માસના ગર્ભનું હોય તેવુ લાગ્યું હતું. આથી પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના જે. આઇ. ઝાલા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત નવજાત ભ્રુણને ખેતરમાં ત્યજી દેવા અંગે મયુરભાઇની ફરિયાદ પરથી અજાણી વ્યક્તિ સામે બીએનએસની કલમ ૯૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયું હતું.
(3:36 PM IST)










