News of Saturday, 21st December 2024
રાજુ જુંજાને મીટીંગમાંથી બહાર કઢાતા તે ચેમ્બર માટે અપમાનજનક બાબત છેઃ હું કલેકટરને રૂબરૂ મળીશઃ વૈષ્ણવ
આ બાબતે ટૂંક સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવાનો નિર્દેશ.. : ઘણા બધા અધીકારીઓ-સંસ્થાના પ્રતિનિધીઓ આવે છે.. તો ચેમ્બર માટે અલગ નિયમ કેમ..

રાજકોટ, તા.૨૧: આજે જીલ્લા પૂરવઠા સલાહકાર કમિટિની બેઠકમાંથી રાજકોટ ચેમ્બરના ડાયરેકટરશ્રી રાજુ જુંજાને કલેકટરે બહાર કાઢયા તે ઘટનાના ઘેરા પડઘા પડયા છે. દરમ્યાન આ બાબતે ચેમ્બર કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે આ ચેમ્બર ઓફ કોમર્સનું અપમાન થયું છે. આમંત્રણ આપીને એન્ટ્રી ન આપતા હવે અમે ટૂંક સમયમાં જ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરીશું. સંકલન સમિતિ અને પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં મોટાભાગના ઘણા બધા અધિકારીઓ છે તે પ્રતિનિધિઓ જ મોકલે છે. તેમજ ઘણી બધી સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેતા હોય છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ માટે જ કેમ અલગ નિયમ સહિતના સવાલો આગામી સમયમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. તેમણે જણાવેલ કે પોતાને આ ઘટના અંગે વધુ વિગતોની ખબર નથી, મારા ડાયરેકટરે મને વાત કરી છે, અપમાન જનક બાબત તો બની છે, પોતે સાંજ સુધીમાં કલેકટરને રૂબરૂ મળશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચેમ્બરના મને અન્ય કેટલી જગ્યાએથી પણ આમંત્રણ મળતા હોય છે તો શકય નથી કે હું બધી બેઠકોમાં હાજર રહી શકું ચેમ્બરના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહેતા હોય છે અને આગામી સમયમાં ચેમ્બર ઓફ કોમર્સ ને સંકલન બેઠકમાં પણ આમંત્રણ આપવામાં આવે તે અંગેની પણ કલેકટરને રૂબરૂ મળી રજૂઆત કરવાનો છેલ્લા કટલાક સમયથી કલેકટરને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંકલન બેઠકમાં આમંત્રણ મળે તે અંગેની રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી સંકલન બેઠકમાં પણ ચેમ્બર ઓફ કોમર્સ ને આમંત્રણ મળતું નથી.
(3:36 PM IST)










