News of Saturday, 21st December 2024
વિદ્યાર્થીઓએ ઘરઆંગણે ફૂલ છોડ અને શાકભાજીના ૩૨ હજાર રોપાનું વાવેતર કર્યું

રાજકોટઃ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કોઠારીયા રોડ ઝોન અને નવરંગ નેચર ક્લબ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના પ્રથમ શૈક્ષણિક સત્ર દરમ્યાન બાળકોમાં વનસ્પતિ - ફૂલ - છોડ પ્રત્યે જાગળતિ આવે અને બાળકો પ્રકળતિની વધુ નજીક આવે તેમજ વળક્ષોનું મહત્વ સમજે અને વળક્ષારોપણ પ્રત્યે વધુ જાગળત બને તે હેતુથી વળક્ષારોપણ ની પ્રવળત્તિ કરવામાં આવી હતી. આ પ્રવળત્તિમાં બાળકોએ પોતાના ઘરે ફળિયામાં કે અગાસી પર કુંડામાં વિવિધ પ્રકારના ફુલછોડ અને શાકભાજીના રોપાઓનું વાવેતર કર્યું હતું. જેમાં ઇંગ્લિશ ગુલાબ, કાશ્મીરી ગુલાબ, દેશી ગુલાબ, મોગરા, જાસુદ, કરેણ, ઝેડ પ્લાન્ટ, લેમન કોટન, ઇફોબિયા, અપરાજીતા, આલમેન્ડા વગેરે ફૂલછોડ તેમજ રીંગણી, મરચી, ટામેટા જેવા કુલ મળીને ૩૨,૫૩૫ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું એક યાદીમાં જણાવાયું છે. આ પ્રવળત્તિમાં કોઠારીયા રોડ ઝોન ની પતંજલિ વિદ્યાલય,શુભમ સ્કૂલ, પાલવ સ્કૂલ, તેજસ્વી સ્કૂલ, પાર્થ સ્કૂલ, કૈલાશ વિદ્યાલય, પી્રૂબી સ્કૂલ, કર્મ જ્યોતસ્કૂલ, તક્ષશિલા સ્કૂલ, દિવ્ય તેજ સ્કૂલ, રિવર સાઈડ સ્કૂલ, જેની વિદ્યાલય, વિવેકાનંદ વિદ્યાલય, જ્ઞાનદીપ સ્કૂલ, ગૌતમ સ્કૂલ, જ્ઞાનધારા સ્કૂલ, અવધ સ્કૂલ, જીવનદીપ સ્કૂલ, જે.વી. સ્કૂલ, મનોહર વિદ્યાલય, અક્ષર ડે સ્કુલ, શ્રીજી સ્કૂલ, નંદકિશોર સ્કૂલ, સિપ્રા સ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ, રાજમંદિર સ્કૂલ વગેરે શાળાનાં સંચાલક મિત્રો, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો. નવરંગ નેચર કલબના પ્રમુખ શ્રી વી.ડી.બાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી ડી.વી. મહેતા શ્રી પરિમલભાઈ પરડવા, શ્રી અવધેશભાઈ કાનગડવી.ડી. બાલા શ્રી પ્રવીણભાઈ ગોંડલીયા તથા શ્રી વિનોદભાઈ કાછડીયા તેમજ પરેશભાઈ રોલા, રમેશભાઈ સોરઠીયા, રાજેશભાઈ મહેતા, ખોડીદાસ સાકરીયા, ઘનશ્યામભાઈ બારસીયા, શૈલેષભાઈ ભંડેરી, ભરતભાઈ દોંગાએ જહેમત ઉઠાવી હતી. શ્રી પ્રવીણભાઈ ગોંડલીયાએ સૌનો આભાર માનેલ છે. આ કાર્યમાં જોડાવા ઈચ્છતા હોય તો શ્રી પ્રવીણભાઈ ગોંડલીયા (મો. નં. ૯૮૯૮૩૯૭૧૨૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.
(3:52 PM IST)










