News of Saturday, 21st December 2024
કોઠારીયા રોડ વિનોદનગરમાં ઘરમાં આગઃ ઘરવખરી ખાકઃ એક વ્યક્તિ દાઝી ગઇ

રાજકોટ તા. ૨૧: શહેરના કોઠારીયા રોડ પર વિનોદનગર-૮માં આવાસ ક્વાર્ટરની બાજુમાં આવેલા મકાનમાં બપોરે આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સાથે પહોંચી હતી. આગ પર સ્થાનીક માણસોની મદદથી પાણીનો મારો ચલાવી બુઝાવી નખાઇ હતી. આગમાં મકાનની અંદર એક વ્યક્તિ ઘજી જતાં તાકીદે સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવા તજવીજ કરવામાં આવી હતી.
આ મકાન ભાડેથી અપાયુ હતું. મકાન માલિક પ્રવિણભાઇ બાબુભાઇ પોકર હાજર હતાં. તેમના ભાડુઆતનું નામ રાજાભાઇ કિરતસિંહ દરબાર (ઉ.વ.૩૩) છે. તેઓ દાઝી ગયા હતાં. આગમાં કોઇ જીવહાની થઇ નથી. ઘરવખરી સળગી ગઇ હતી. આગનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડના ચંદુભાઇ, જયસુખભાઇ, પિયુષભાઇ, રવજીભાઇ, મહેશભાઇ, અરજણભાઇ, વિક્રમભાઇ સહિતનાએ કામગીરી કરી હતી.
(3:58 PM IST)










