<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

વાહ મનપા... ૧૦૦ લોકો પાસેથી માત્ર પ.૪૯ કિલો પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક જપ્ત કર્યુ !

વહીવટી ચાર્જ લેવામાં સુરૂ પુરવાર થતું તંત્ર

રાજકોટ, તા. ર૧: મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-ર૦ર૧ અન્‍વયે ર દિવસમાં ત્રણેય ઝોન વિસ્‍તારમાં અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા લોકો પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૧૦૦ લોકો પાસેથી પ.૪૯ કી.ગ્રા. પ્રતિબંધિત જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂા. ર૪૭પ૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

ઉપરોકત કામગીરી મ્‍યુનિસિપલ કમિશ્નરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. પર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ.

(4:02 PM IST)