તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
અલ્કાપાર્ક- મારૂતીનગરના બે ઘર પાણી વિહોણાઃ ર મિલ્કતો સીલઃ રૂ.૩૨ લાખની વેરા વસુલાત
મનપાની મિલ્કત વેરા બાકીદારો સામે કડક કાર્યવાહી

રાજકોટ તા.૨૧: મહાનગરપાલિકાનાં કમિશનર સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત આજે ૨-મિલ્કતોને સીલ કરેલ તથા ૭-મિલકતોને સીલની કાર્યવાહી કરવામાં આવી હતી. ૬- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા ૨-નળ કનેક્શન કપાત કરતા કુલ રૂા.૩૨.૩૮ લાખની રીકવરી કરવામાં આવી હતી.જેમાં વોર્ડ નં-૩માં જંકશન પ્લોટ ૧૫-૧ કવિતા અપાર્ટમેન્ટ ફર્સ્ટ ફ્લોર ફ્લેટ નં-૧૦૧ ને સીલ મારેલ, વોર્ડ નં-૫માં મારૂતીનગર પટેલ કોલોની પાછળ ૧-યુનીટને નળ-કનેક્શન કપાત કરેલ, વોર્ડ નં-૧૫માં ન્યુ થોરાળા વિસ્તારમાં ભંગાર ડેલા પાસે ૧-યુનીટને સીલ મારેલ.આજરોજ બપોર સુધીમાં ર મિલ્કતોને સીલ કરેલ તથા ૭ મીલ્કતોને સીલ કરી તથા ૬ મીલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા ર-નળ કનેકશન કપાત કરતા રીકવરી રૂા.૩૨.૩૮ લાખ કરેલ છે. તા.૦૧ એપ્રીલ ૨૦૨૪ થી આજદિન સુધીની કુલ રીકવરી રૂ.૩૨૬.૮૭ કરોડ થવા પામી છે.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.
(4:04 PM IST)










