<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

‘તુ વાંજણી છો, પિયરમાંથી હલકી ગુણવતાવાળી વસ્‍તુ લાવી છો' કહી નિખાલસ બેનને સાસરિયાનો ત્રાસ

મારૂતી નગર સોસાયટીમાં બહેન સાથે રહેતી મહિલાની જાનુડા ગામે રહેતો પતિ ભાસ્‍કર કરગઠિયા, સસરા રાજેશભાઇ, સાસુ ભેનીબેન, દિયર સુધીર અને દેરાણી પાયલ વિરૂધ્‍ધ મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૨૧ મારૂતીનગર સોસાયટીમાં અંબિકા ભુનેશ્‍વર એપાર્ટમેન્‍ટમાં નાની બહેન સાથે રહેતી મહિલાને માળીયા હાટીના જાનુડા ગામમાં રહેતા પતિ, સાસુ, સસરા, દિયર અને દેરાણી ‘તુ વાંજણી છો, પિયરમાંથી હલકી વસ્‍તુ લાવી છો, દર મહિને મકાનના હપ્તાના રૂ ૧.૮૦ લાખ તારે અમારા ખાતામાં નાખી દેવાનાં કહી શારીરીક માનસીક ત્રાસ આપતા મહિલા પોલિસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મારૂતીનગર સોસાયટીમાં આવેલા અંબિકા ભુવને શ્‍વર એપાર્ટમેન્‍ટ વીંગ-એમાં નાની બહેન સાથે છેલ્લા બે વર્ષથી રહેતા વિલાસબેન ભાસ્‍કરભાઇ કરગઠીયા (ઉ.વ.૩૧) એ મહિલા પોલીસમાં માળીયા હાટીના જાનુડા ગામમાં રહેતો પતિ ભાસ્‍કર રાજેશભાઇ કરગઠીયા, સસરા રાજેશભાઇ કરગઠીયા, સાસુ ભેનીબેન કરગઠીયા, દીયરસુથીર અને દેરાણી પાયલ સામે ફરિયાદ નોંધાવી છે. વિલાસબેને ફરિયાદમાં જણાવ્‍યુ છે કે પોતે છેલ્લા બે વર્ષથી રહે છે. પોતાના છ વર્ષ પહેલા જાનુડા ગામમા રહેતા ભાસ્‍કર કરગઠીયા સાથે લગ્ન થયા હતા. પતિ અમદાવાદમાં સોફટવેર એન્‍જીનિયર છે. લગ્ન બાદ પોતે પતિ, સાસુ, સસરા અને દિયર સાથે સંયુક્‍ત પરિવારમાં રહેતા હતા. લગ્ન બાદ સાસરિયાઓએ પોતાને એક મહિનો સારી રીતે રાખેલ બાદ પોતાની નોકરી અમદાવાદમાં ચાલુ હોય તેથી પોતે તથા પતિ , દિયર ત્રણેય અમદાવાદ ખાતે નોકરી કરવા માટે ગયા અને ભાડે રહેતા હતા. અને સાસુ, સસરા જ્‍યારે અમદાવાદ આટો મારવા આવતા ત્‍યારે પોતે નોકરી પર હોઇ ત્‍યારે પોતાના વિરૂધ્‍ધ પતિને કાનભંભેરણી કરતા હતા. અને જ્‍યારે પોતે કોઇ વાત કરતા તો પતિ, સાસુ, સસરા, દિયર અને દેરાણી બધા એક થઇને પોતાની સાથે ઝગડો કરતા અને કહેતા કે ‘તારા પિયરમાંથી હલકી ગુણવતા વાળી વસ્‍તુ કરીયાવરમાં લાવી છો, લગ્ન પહેલાની કમાણી વધુ હોવા છતા તુ દહેજમાં ઓછુ લાવી છો કહી પિયરવાળાને પણ જેમતેમ બોલતા હતા. બાદ બેને પતિ-પત્‍ની એ અમદાવાદમાં એક ફલેટ પોતાના અને પતિના જોઇન્‍ટમાં તા.૧૭/૦૭/૨૦૨૧ના રોજ અમદાવાદમાં પતિના નામે બુકિંગ કરાવ્‍યો. જેમાં પોતે રૂ.૩.૨૦ લાખ પોતાના પગારમાંથી ચુકવ્‍યા અને ફલેટના પજેશનના રૂ.૩.૨૦ લાખ ત્‍યાં ૯ લાખનું ફર્નિચર કરાવ્‍યું  અને ફલેટનો હપ્તો પોતાના અને પતિના બંનેના ખાતામાંથી કપાય છે. આજદીન સુધીના રૂ.૭ લાખ હપ્તા ભર્યા છે.દિયરના લગ્નનો ખર્ચ પણ પોતે કર્યો હતો. પોતે સાસરીયામાં હતા ત્‍યારે તમામ ખર્ચ પોતાના પગારમાંથી થતો હતો. બે વર્ષ પહેલા પોતે સાસરીયામાં જાનુડા ખાતે લગ્ન પ્રસંગમાં ગયા ત્‍યારે પતિ અને દેરાણી તથા સસરા પોતાને કહેવા લાગેલ કે ફલેટના માલિકીમાંથી તારૂ નામ કાઢી અને મારા દિયરના નામે કરવા અને મકાનના તમામ હપ્તા તારે ભરવાના અને સાસુ, સસરાએ કહેલ કે તારો દર મહિનાનો પગાર ૧.૮૦ લાખ અમારા ખાતામાં નાખી દેવાનો' જેથી એ પૈસાથી દિયરનું મકાન લેવાઇ જાય. અને પોતાને ખાલી દસ હજાર ખર્ચ માટે આપશે' તેમ કહેતા હતા. અને અવાર નવાર મેણા મારી ત્રાસ આપતા. બે વર્ષ પહેલા પોતે માવતરના ઘરે રહેવા આવી ગયા હતા. બાદ માતા-પિતાએ સમાધાન કરવાના પ્રયાસો કર્યા પરંતુ સમાધાન કર્યુ નહી. અને પોતાને કહ્યું કે ‘તે  કરેલો ખર્ચ અને ભરેલા હપ્તાના એક પણ રૂપિયા આપીશુ નહી કરિયાવર પણ આપીશુ નહી. તારાથી થાય તે કરી લેજે' તેમ કહેતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ એ.ડી.રેથડીયા એ તપાસ હાથ ધરી છે.

(4:06 PM IST)