<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે કાર થાંભલામાં અથડાતાં બે ઘવાયા

રાજકોટ તા. ૨૩: ઇન્‍દિરા સર્કલથી રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ તરફ જતાં રોડ પર નક્ષત્ર બિલ્‍ડીંગ પાસે કાર વિજથાંભલામાં અથડાતાં ચાલક અને સાથેના તેના મહિલા મિત્રને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ માધાપર ચોકડીએ રહેતાં જીતુદાન બનીદાન જેસાણી (ઉ.વ.૩૦) સવારે કાર હંકારીને જતાં હતાં ત્‍યારે અકસ્‍માતે કાબુ ગુમાવતાં કાર થાંભલામાં અથડાતાં તેને તથા સાથે બેઠેલા મહિલા મિત્રને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(4:11 PM IST)