<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

કાર્ડ હોલ્‍ડરો સુધી અનાજનો પુરવઠો સમયસર પહોંચાડોઃ નવી દુકાનો અંગે ઝડપી પ્રક્રિયા કરો

કલેકટરના અધ્‍યક્ષપદે જીલ્લા પુરવઠા-સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

રાજકોટ તા. ૨૧:  રાજકોટ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્‍ટર કચેરી ખાતે કલેકટરશ્રી પ્રભવ જોશીનાં અઘ્‍યક્ષસ્‍થાને યોજાઇ હતી. આ બેઠકમાં પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા કલેકટરશ્રી દ્વારા કરાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે, વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ, નવી દુકાનો માટે દુકાનદારોની નિમણૂક પ્રક્રિયા વગેરે અંગે માર્ગદર્શન આપ્‍યું હતું

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રીબેન વંગવાણી દ્વારા પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી જિલ્લામાં ‘‘વન નેશન વન રેશન કાર્ડ'' થકી થતા અનાજ વિતરણની વિગતો, ઘઉં, ચોખા, ખાંડ, બાજરી સહિતના પુરવઠાનું વિતરણ, પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના અન્‍વયે થયેલી કામગીરી અંગેની માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદશ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્‍યશ્રી દર્શિતાબેન શાહ, મેયરશ્રી નયનાબેન પેઢડીયા સહિતનાં પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા. 

 

(4:12 PM IST)