News of Saturday, 21st December 2024
રીયલ એસ્ટેટ એજન્ટ એસોસીએશન ઓફ રાજકોટ દ્વારા રાત્રે ‘શ્રીનાથજીની ઝાંખી'નું ધર્મમય આયોજન
શ્રીનાથજીના ૮ સમાના દર્શન સાથે ધોળપદ-કિર્તનનો ત્રિવેણી સંગમ રજુ થશે

રાજકોટ તા.ર૧: રીયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટ દ્વારા આજે શનિવારે રાત્રે ‘‘શ્રીનાથજીની ઝાંખી''નો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા એસોસીએશનના આગેવાનોએ જણાવ્યુંહતુ કે આ સંસ્થા દ્વારા દર વર્ષે કોર્પોરેટ ઇવેન્ટ, ેગેટ ટુ ગેધર સહિતના આયોજનો કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે ધર્મમય કાર્યક્રમ ‘‘શ્રીનાથજીની ઝાંખી''નું આયોજન કરાયું છે.
આજે તા.ર૧ના શનિવારે રાત્રે ૯ વાગ્યે પુલ સાઇડ પાર્ટી લોન, હોટલ સિઝન્સ, અવધ રોડ, રાજકોટ ખાતે યોજાયેલ આ શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમમાં શ્રીજી પુર્ણીમા સત્સંગ મંડળ રાજકોટ દ્વારા શ્રીનાથજીના ૮ સમાના દર્શન સાથે ધોળ પદ અને કીર્તનનો ત્રિવેણી સંગમ, મંગળાથી શયન આરતી સુધીના શ્રીનાથજીના અલૌકીક દર્શનની પ્રત્યક્ષ ઝાંખીના દર્શન કરાવાશે.
આમંત્રિતો માટે આયોજીત આ કાર્યક્રમનો રીયલ એસ્ટેટ એસોસીએશનના સભ્યોએ લાભ લેવા જણાવાયું છે. સમગ્ર કાર્યક્રમ ટોરસ અને પ્રેસીડેન્શીયલ પ્રોજેકટ વાળા ગોપીભાઇ પટેલ તથા કવિશા ગૃપ અમદાવાદ વાળા પાર્થભાઇ પટેલે સ્પોન્સર કર્યો છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા રીયલ એસ્ટેટ એજન્ટસ એસો.રાજકોટના પ્રેસીડેન્ટ નિલેશભાઇ સુરાણી (મો.૯૮૯૮૦૬૮ર૮૩), સેક્રેટરી કેચનભાઇ પારેખ, પાસ્ટ પ્રસીડેન્ટ નિલેશ ગઢવી, કમીટી મેમ્બર જયભારત ધામેચા, ટોરસ ગૃપના ગોપીભાઇ પટેલ, કવિશા ગૃપના પાર્થભાઇ પટેલ નજરે પડે છે.
(4:52 PM IST)










