તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 22nd December 2024
રાજકોટના કોઠારીયા રોડ પર પેંડા ગેંગના સાગરીતોનો આતંક
ત્રણ દિવસ પહેલા કરેલા હુમલાના CCTV સામે આવ્યા: પોલીસકર્મીની હત્યાના સાક્ષી પર પેંડા ગેંગએ હુમલો કર્યો

રાજકોટઃ રાજકોટના કોઠારિયા રોડ પર 3 દિવસ પહેલા ત્રાસ મચાવનારા પેંડા ગેંગના સાગરીતના CCTV સામે આવ્યા છે. જેમાં ગેંગના સાગરીતો રમેશ ગજેરા સહિત 3 લોકો પર છરીથી હુમલો કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે રમેશ ગજેરા પોલીસ કર્મચારી ભરત ગઢવીના હત્યાના કેસમાં સાક્ષી છે. આ ઘટનાને લઇ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આવી ઘટનાઓમાં તેમના પર થયેલા હુમલાએ અનેક સવાલ પણ ઉભા થયા છે. ત્યારે હુમલાની આ ઘટનામાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં અસામાજિક તત્વોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે તેમ છતા પોલીસ દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી રહી નથી. જેને લઇ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઉપરાંત રાજકોટવાસીઓએ આવા તમામ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજાએ કહ્યું કે, હવે આગળ કોઇ મારા કેસમાં નડતો નહીં નહીંતર મારી નાખીશ કહી નાસી ગયા હતા. હુમલામાં રમેશભાઇ, દિવ્યેશભાઇ અને દેવ ટાંકને ઇજા થતા તેને 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવમાં રમેશભાઇનો ભાઇ જીગ્નેશ નજરે જોનાર તાજનો સાક્ષી હોય અને તેને રાજા વિરુદ્ધ જુબાની આપી હતી જેનો ખાર રાખી અગાઉ પણ ધમકીઓ આપતો હોય, પરંતુ તેના ભાઇ માનતો ન હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે રાજા સહિત 9 શખ્સ સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
(11:11 AM IST)










