News of Sunday, 22nd December 2024
સિવિલ હોસ્પીટલમાંથી પોલીસની આંખમાં મરચુ છાંટી ફરાર અપહરણ અને પોકસોનો આરોપી સાગર ઉર્ફે ચોટી પકડાયો
ક્રાઇમ બ્રાંચે સોરઠીયાવાડી સર્કલ પાસેથી દબોચ્યો

રાજકોટઃ જૂનાગઢ જેલમાં અપહરણ, પોકસો અને એટ્રોસીટીના ગુનામાં કાચા કામના કેદી સાગર ઉર્ફે ચોટીને પોલીસના જાપ્તા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યારે સાગરા ઉર્ફે ચોટી મોકો જોઇ પોલીસની આંખમાં મચ્ચુ છાંટી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. કેદી સોરઠીયાવાડી સર્કલ પાસે હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ રાજેભાઇ, દિપકભાઇ અને કોન્સ વિશાલભાઇને બાતમી મળતા પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.ડી. ડોડીયા સહિતના સ્ટાફે કેદી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઇ મુંધવા (ઉ.વ.રપ) (રહે. લાયન્સનગર મોરબી) ને સોરઠીયાવાડી સર્કલ પાસેથી ઝડપી લીધો હતો.
(4:19 PM IST)










