News of Sunday, 22nd December 2024
રાજકોટમાં ટ્રાફિક વિભાગની લાલ આંખ, નિયમોનો ભંગ કરનારા 233 વાહનો જપ્ત કરાયા
નંબર પ્લેટ વિનાના અને નંબર પ્લેટમાં છેડછાડ વાળા વાહનો ડિટેઇન કરાયા

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનુ પાલન ના કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક વિભાગે લાલ આંખ કરી છે. આરટીઓ અને ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કરનારા 233 વાહનો જપ્ત કરીને વાહન માલિક સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નંબર પ્લેટ વિનાના અને નંબર પ્લેટમાં છેડછાડ વાળા વાહનો ડિટેઇન કરાયા છે. નંબર પ્લેટ કે લાયસન્સ વિનાનાં વાહનો લઈને નીકળતા લોકો દંડ દઈને છૂટી નહીં શકે તેમ પોલીસે જણાવ્યું છે.
(6:20 PM IST)










