તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd December 2024
ફૂલછાબ ના પૂર્વ તંત્રી મહેશભાઈ દોશી અને ગાંધીનગર સ્થિત વરિષ્ઠ પત્રકાર મુકેશભાઇ દોશીના મોટાભાઈ વિનોદભાઈ દોશી નું દુઃખદ અવસાન
ઉઠમણું/ પ્રાર્થનાસભા સોમવારે સવારે 10 વાગ્યે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી,સરકારી કર્મચારી સોસાયટી ,ચંદનપાર્ક શેરી નં ૫,ડાયમંડ હાઈટ્સની સામે,બાપા સીતારામ ચોક પાસે,રૈયા રોડ,રાજકોટ ખાતે રાખેલ છે

રાજકોટ :પાતા મેઘપર (કાલાવડ શિતલા) નિવાસી, હાલ રાજકોટ અમૃતલાલ વૃજપાલ દોશીના જયેષ્ઠ પુત્ર શ્રી વિનોદરાય તે અ. સૌ. નીરૂપમાબેનના પતિ, તે સ્થા. જૈન ગોંડલ સંપ્રદાયના પ.પૂ. શ્રી ભવ્યમુનીજી મ.સા., નિલાબહેન, દિનેશભાઈ, ડો.રમેશભાઈ, જયેશભાઈ, મહેશભાઈ, મુકેશભાઈના મોટાભાઈ, તે દિનેશચંદ્ર ખીમચંદ મહેતાના સાળા, ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના બા. બ્ર. પ. પૂ. શ્રી અર્પિતાજી મ. સ.ના સંસારી મામા, તથા પ.પૂ. શ્રી રશ્મિતાજી મ.સ.ના સંસારી જેઠ, તે ડો. વિક્રમભાઈ અને અ.સૌ. ભાવિનીબહેનના પિતાશ્રી, તથા અ.સૌ. કુંજલબહેન, અને સંજયકુમારના સસરા, ચિ. મિરાજના દાદા, અને ચિ. આયુષીના નાના તે મનોજભાઈ ઉત્તમચંદ સંઘાણી, કલ્પનાબેન જિતેન્દ્રભાઈ બાખડાના બનેવી તથા રોહિતભાઈ ડાયાભાઈ ભીમાણી, અને જયવંતલાલ ગીરધરલાલ વોરાના વેવાઈ માગસર વદ પાંચમ, દિનાંક ૨૦/૧૨/૨૦૨૪, શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે અરિહંત શરણ પામ્યા છે.
તેમનું ઉઠમણું/પ્રાર્થનાસભા સવારે ૧૦ કલાકે, તા. ૨૩/૧૨/૨૦૨૪, સોમવાર :સ્થળ: મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી,સરકારી કર્મચારી સોસાયટી,ચંદનપાર્ક શેરી નં ૫,ડાયમંડ હાઈટ્સની સામે,બાપા સીતારામ ચોક પાસે,રૈયા રોડ,રાજકોટ. ખાતે રાખેલ છે
(8:29 PM IST)










