News of Monday, 23rd December 2024
સોરઠીયાવાડીમાં રેગર બનવારીલાલ મહાદેવનું મોતઃ વાલીવારસની શોધ
મૃતકના સગા હોય તો ભક્તિનગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૩: સોરઠીયાવાડી-૧ સ્વામિનારાયણ મંદિર પાછળ પવનપુત્ર ચોકમાં રહેતાં રેગર બનવારીલાલ મહાદેવ (ઉ.વ.૪૮) તેના ઘરે બિમારીથી બેભાન થઇ જતાં મૃત્યુ થયું છે. તેમનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ કોલ્ડરૂમમાં રખાયો છે. મૃતકનું આધારકાર્ડ મળતાં તેની ઓળખ થઇ છે. કોઇ વાલીવારસ મળી આવ્યા નથી. તસ્વીરમાં દેખાતા આ વ્યક્તિના કોઇ વાલીવારસ, પરિચીત, સગા સંબંધી હોય તો ભક્તિનગર પોલીસ મથકના એએસઆઇ એચ. કે. માવદીયા (મો.૯૦૩૩૯ ૭૪૦૨૭) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(11:03 AM IST)










