News of Monday, 23rd December 2024
બંકિમભાઇ મહેતાના સુપુત્ર ચિ. હર્ષિલની યજ્ઞોપવિત વિધી સંપન્ન

જૂનાગઢઃ રાજકોટ વાસુકી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. ના એમડી અને રાજગોર બ્રાહમણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકિમભાઇ મહેતા અને શ્રીમતી હર્ષમાબેનના સુપુત્ર ચિ. હર્ષિલના યજ્ઞોપવિત સંસ્કાર તાજેતરમાં તા. ૧૪ અને ૧૫ ડીસેના રોજ સીગેન્ચર હોટલ કાલાવડ રોડ ખાતે યોજાયા હતા જેમાં વૈદિક પરંપરા મુજબ યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થયા હતા. આ પ્રસંગે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોદ્યરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા , પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મનહરભાઇ બાબરીયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, રાજકોટ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર, હાસ્યકલાકાર સાંઇરામ દવ,ે તેમજ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડીવી બસીયા તેમજ જૂનાગઢના પુર્વ ડેપ્યુટી મેયર ગિરિશભાઇ કોટેચા બિલ્ડર્સ નિલેશભાઇ ધુલેશીયા, અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, શૈલેષભાઇ રવિયા, પુ ભકિતસ્વામી, અશોકભાઇ, ઓનેકસ સોલારના માલિક તેમજ ઉધોગકારો, રાજકીય, સામાજીક, અગ્રણીઓ, ઉપરાંત રાજગોર બ્રાહમણ જ્ઞાતિ સેવા સંઘના હોદેદારો અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિતિ રહી હર્ષિલને શુભેચ્છાઓ અને આશિર્વાદ પાઠવેલ તેમજ અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા એ પણ અકિલાના પ્રતિનિધી વિનુભાઇ જોષી મારફત શુભેચ્છા આપી આશિર્વાદ આપ્યા હતા. જેની નોંધ લઇ બંકિમભાઇ મહેતા એ આભાર વ્યકત કર્યો હતો (અહેવાલ- વિનુ જોષી- તસ્વીર મુકેશ વાઘેલા)
(12:03 PM IST)










