તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Monday, 23rd December 2024
૧પ દિ'માં ડુંગળીના ભાવ અડધા થઇ ગયા !
મણના ૬૦૦ થી ૭૦૦ રૂા. હતા તે ઘટીને ૩૦૦ થી ૩પ૦ રૂા. થઇ ગયાઃ આજે ડુંગળીની ૧ લાખ કટ્ટાની આવકઃ પુષ્કળ આવકોના પગલે ભાવમાં ગાબડુ : રાજકોટ યાર્ડમાં મગફળીની વધુ ૭પ હજાર ગુણીના આવકો થઇ

તસ્વીરમાં યાર્ડમાં ડુ઼ગળીનો જથ્થો અને ડુંગળી ભરેલા વાહનોની કતારો નજરે પડે છે.
રાજકોટ, તા., ર૩: રાજકોટ સહિત દેશભરના યાર્ડોમાં ડુંગળીની પુષ્કળ આવકોના પગલે ડુંગળીના ભાવોમાં પ૦ ટકાનું ગાબડુ પડયું છે. ડુંગળીના ભાવો ઘટતા ખેડુતોમાં રોષ જોવા મળી રહયો છે.
રાજકોટ યાર્ડમાં આજે ડુંગળીની ૧ લાખ કટ્ટાની આવકો થઇ હતી. ડુંગળી ભરેલ ૮૦૦ થી વધુ વાહનોની યાર્ડથી ૮ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી હતી. કોઇ અવ્યવસ્થા ન સર્જાઇ તે માટે યાર્ડનો સ્ટાફ ખડેપગે રહયો હતો. યાર્ડમાં આજે ડુંગળી એક મણના ભાવ ૯૦ રૂા.થી ૩૩૦ રૂા.ના ભાવે સોદા પડયા હતા.
વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ૧પ દિ' પહેલા ડુંગળી એક મણના ભાવ ૬૦૦ થી ૭૦૦ રૂા. હતા તે ઘટીને ૩૦૦ થી ૩પ૦ રૂા. થઇ ગયા છે. એટલે કે ડુંગળીના પ૦ ટકા ભાવ ઘટી ગયા છે. રાજકોટ સહિત દેશભરના યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવકોના પગલે ભાવમાં ગાબડુ પડયું છે. ડુંગળીના ભાવો ઘટી જતા ખેડુતોને હોવાનો વારો આવ્યો છે. ડુંગળીના ભાવો ઘટી જતા ખેડુતોમાં રોષ પ્રવર્તી રહયો છે.
દરમિયાન રાજકોટ યાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા મગફળીની વધુ ૭પ હજાર ગુણીની આવકો થઇ હતી. બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવકો બંધ કરાઇ છે.
(1:55 PM IST)










