<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

૧૦-૨૦ની નોટો પુરતી મળતી નથી ૫-૧૦ના સિકકા અદૃશ્‍ય

રિઝર્વ બેંકનું સૌરાષ્‍ટ્ર-રાજકોટ પ્રત્‍યે ઓરમાયુ વર્તનઃ પુરતો પુરવઠો આપતી ન હોવાથી તંગીઃ વેપારીઓને ભારે મુશ્‍કેલી

રાજકોટ, તા.૨૩ : ભારતીય રિઝર્વ બેંકનું વર્ષોથી સૌરાષ્‍ટ્ર-રાજકોટ પ્રત્‍યે ઔરમાયુ વર્તન રહયું છે. બેંકોને પુરતું રેમીટન્‍સ આપવામાં કંજુસાઈ કરતી હોવાથી કાયમ ૧૦-૨૦ની નોટો અને ૫-૧૦ના સિક્રકાની અછત માલૂમ પડતી હોય છે. દિવાળીના તહેવારોમાં નવી નોટોની ભારે ડીમાન્‍ડ હોય છે તેવે વખતે પણ રિઝર્વ બેંક ૧૦-૨૦ની નહીવત નોટો મોકલતી હોય છે. દરમ્‍યાન હમણાં થોડા દિવસોથી ૫-૧૦ના સિકકા પણ બજારમાંથી ગુમ થઈ જતાં નાના વેપારીઓને ભારે મુશ્‍કેલી પડી રહી છે.

રાજકોટમાં કરન્‍સી ચેસ્‍ટ ધરાવતી બેંકોમાં જો કે થોડા દિવસ પહેલાં જ ૧-૨ના સિકકાઓનો જથ્‍થો મોકલવામાં આવ્‍યો હોવાનું જાણવા મળે છે પરંતુ ૧૦-૨૦ અને ૫ ના સિકકાઓ પુરતા પ્રમાણમાં મોકલવામાં આવ્‍યા ન હોવાનું બેંકોનું કહેવું છે. બેંકોને જે જથ્‍થો પ્રાપ્ત થયો હતો તો તેનું તેણે વિવિધ શાખાઓમાં વિતરણ પણ કરી દીધું છે.

રાજકોટમાં ઘણાં લાંબા સમયથી ૧૦ની ભંગાર અને હાથમાં પકડવી ન ગમે તેવી નોટો ફરી રહી છે. જેના વિકલ્‍પે લોકોએ મને ક્રમને ૧૦ના સિકકાઓ સ્‍વીકારવાનું શરૂ કર્યુ તો આ સિકકાની અછત થઈ ગઈ. લાંબા સમય સુધી બેંકોમાં ઘર જમાઈ થઈ પડેલા ૧૦ના સિકકાઓનો જથ્‍થો ખાલી પણ થઈ ગયો. આ સિકકાઓ કયાં ગયા તે પ્રશ્‍ન છે એવી જ રીતે પના સિકકાઓ પણ જુજ સંખ્‍યામાં ફરતા હોવાનું જાણવા મળે છે.

રિઝર્વ બેંકે રાજકોટની બેંકોને પુરતા પ્રમાણમાં ૧૦-૨૦ની નવી નોટો અને ૫-૧૦ના સિકકાઓ ફાળવવા જોઈએ તેવી માંગણી ઉઠી છે.

(2:49 PM IST)