<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

પવિત્ર નાતાલ તહેવારઃ શહેરના પ હજાર ખ્રિસ્‍તીઓમાં થનગનાટ...

રાજકોટ : આગામી તા. રપ મીએ રાજકોટ સહિત દેશભરમાં પવિત્ર નાતાલના તહેવારની ભવ્‍ય ઉજવણી થશે, રાજકોટના ૪ાા થી પ હજાર ખ્રિસ્‍તી ભાઇ-બહેનોમાં ૮ દિ' થી ઉત્‍સવના આયોજન-તહેવારની ઉજવણી અંગે થનગનાટ જોવા મળી રહ્યો છે, કાલે રાત્રે ૧ર વાગ્‍યે ભગવાન ઇસુના જન્‍મ દિવસની શાનદાર ઉજવણી થશે. શહેરનું મુખ્‍ય બિશપ હાઉસ સહિત તમામ ચર્ચ-દેવળોમાં રોશનીનો ઝગમાટ જોવા મળી રહ્યો છે, બાળ ઇસુનો જન્‍મ દિવસનો ભવ્‍ય ફલોટ આકર્ષકરૂપ બન્‍યો છે, તા. રપ થી તા. ૩૧ સુધી શહેરમાં ખ્રિસ્‍તી ભાઇ-બહેનો વિવિધ ઉજવણી કરશે, કાલે રાત્રે ક્રિસયજ્ઞ, ભગવાન ઇસુનો વિશ્વને અપાયેલ પ્રેમ-શાંતિનો સંદેશનું પઠન, પ્રાર્થના, પવિત્ર જળ છંટકાવ સહિતના કાર્યક્રમો યોજાયા છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:25 PM IST)